ટ્રમ્પની કાર ‘અભેદ કિલ્લો’ઃ મિસાઇલ હુમલો પણ વાળ વાંકો કરી શકતી નથી

સુપર પાવર અમેરિકાના પ્રમુખ પ્રથમ વાર ગુજરાતના અતિથિ બનશે અને તેમને સત્કારવા માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. પ્રેસિડન્ટ ટ્રમ્પ અને તેમના પત્નીના આગતાસ્વાગતા જ નહીં, સલામતીમાં પણ કોઇ કચાશ રહી જાય નહીં તેના માટે પૂરી તકેદારી રખાઇ છે. સલામતીની...

વોશિંગ્ટનથી સીધા અમદાવાદ પહોંચશે પ્રેસિડન્ટ ટ્રમ્પઃ ‘મિત્ર’ને આવકારશે મોદી

આવતા સોમવારે વૈશ્વિક મહાસત્તા એવા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પ વોશિંગ્ટનથી સીધા જ એરફોર્સ વનમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી પહોંચશે. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વહેલા આવીને ‘મિત્ર’ ટ્રમ્પ દંપતીનું...

કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ને મોદી સરકારે પાંચમી ઓગસ્ટે દૂર કર્યા પછી ભારત – પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે. અમેરિકન સાંસદોએ જમ્મુ - કાશ્મીરની પરિસ્થિતિ વિશે ગંભીર ચિંતા કરીને ભારતમાં દિલ્હી તથા પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ ખાતેના અમેરિકન...

અમેરિકામાં ઓટો સેક્ટરમાં મંદીના કારણે ગંજાવર ઓટોમોબાઈલ કંપની જનરલ મોટર્સની સામે યુનાઈટેડ ઓટો વર્કર્સ, શ્રમિક સંગઠને સોમવારે દેશવ્યાપી હડતાલ શરૂ કરી છે.

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એવું કહ્યું છે કે ૧૫મીએ અલકાયદાનો વડો બનેલો ઓસામા-બિન લાદેનનો પુત્ર હમજા ઠાર મરાયો છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી હુમલામાં તેનું મોત થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું હતું કે, આતંકી હમજાના મોતથી...

અમેરિકા પર થયેલા વિધ્વંસક ૯/૧૧ના રોજ થયેલા હુમલાની તિથિએ કાબૂલમાં સઘન સુરક્ષા ધરાવતા રાજદ્વારી વિસ્તારમાં અમેરિકી દૂતાવાસ ખાતે મધરાતે રોકેટ ઝીંકવામાં આવતાં વિસ્ફોટ સાથે ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. જોકે સંકુલમાં તૈનાત અધિકારીઓએ એક જ કલાકમાં...

એક તરફ ઈરાન અને અમેરિકાના સંબંધો વણસેલા છે જ્યારે બીજી તરફ ઇરાન આ વિસ્તારમાં એક મોટી ઓઇલ ડીલ કરી છે. ઓઇલ મિનિસ્ટર બિજાન નામદારે જણાવ્યું હતું કે, બન્ને સરકારી  કંપનીઓ પાર્સ ઓઇલ અને ગેસ કંપની તેમજ પેટ્રોપાર્સ વચ્ચે કરારો થયા છે. ૪૪૦ મિલિયન ડોલરના...

 વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૧ સપ્ટેમ્બરથી સાત દિવસના અમેરિકા પ્રવાસે જઇ રહ્યા છે. આ દરમિયાન ૨૨ સપ્ટેમ્બરે તેઓ ટેક્સાસના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયને સંબોધશે....

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અમેરિકી જજ અનુરાગ સિંઘલ (૫૦)ને ફ્લોરિડાના ફેડરલ જજ તરીકે નોમિનેટ કર્યા હતા. વ્હાઇટ હાઉસ દ્વારા ૧૭ જજના નામ સેનેટને મોકલાયા...

અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન શૃંગલાએ કહ્યું કે, અમેરિકન મીડિયાનો એક હિસ્સો, ખાસ કરીને પોતાને ઉદારવાદી ગણાવતા લોકો, કાશ્મીરની એકતરફી તસવીર રજૂ કરી...

રાઇફલ સાથે લગાડેલા બમ્પ સ્ટોક રાખવાનો ભારતીય અમેરિકન અજય ધિંગરા પર આરોપ હતો. ચાલુ વર્ષની શરૂઆતમાં ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા આ શસ્ત્ર પર લદાયેલા પ્રતિબંધ પછીનો આ પહેલો કેસ છે. જો તેનો ગુનો સાબિત થશે તો દસ વર્ષ સુધીની જેલ અને અઢી લાખ ડોલરનો દંડ...

બે કન્યાઓએ લગ્ન કર્યાં એની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. એમાંથી એક કન્યા ભારતીય છે જ્યારે બીજી પાકિસ્તાની. હવે લેસ્બિયન અને ગે લગ્નોની કોઈ નવાઈ...to the free, weekly Gujarat Samachar email newsletter