અક્ષરધામ મંદિરમાં યોજાઇ શ્રીરામ જન્મભૂમિ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉદ્ઘોષ સભા

આવતા વર્ષે 15 જાન્યુઆરી પછી લગભગ તરત અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામનો પ્રતિષ્ઠા ઉત્સવ યોજાશે. આ હેતુથી 21 માર્ચ 2023થી 15 જાન્યુઆરી 2024 સુધી 300 દિવસ માટે, સમગ્ર દેશમાં સાંસ્કૃતિક ચેતના જાગ્રત કરવા માટે દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામ...

ગૌસેવા જ છે સાચી ગોવર્ધન સેવા

ચૈત્રી નવરાત્રિના પાવન પર્વોમાં ગોપાળ પ્યારી ગૌમાતાની સેવાનો અમૂલ્ય લ્હાવો યુકેવાસીઓને પ્રાપ્ત થયો છે. 

સંસ્થા સમાચાર (અંક 25 માર્ચ 2023)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

પ.પૂ. રામબાપાની સ્મૃતિમાં પ્રેસ્ટન મંદિરે શાંતિ પાઠ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા પ.પૂ. રામબાપાની સ્મૃતિમાં 12 ફેબ્રુઆરીન રોજ બપોરે 2.00 કલાકે મંદિર ખાતે શાંતિપાઠનું આયોજન થયું છે.

શાનદાર અને દળદાર દીપોત્સવી અંક

‘ગુજરાત સમાચાર" અને "એશિયન વોઇસ"નો દીપોત્સવી વિશેષાંક વાચકોના કરકમળમાં જતા જ પોતાની ખુશી વ્યક્ત કરતા સંખ્યાબંધ સંદેશા કાર્યાલયને કે તંત્રીમંડળને વ્યક્તિગત ફોન દ્વારા સાંપડ્યાં છે. જેમાંના કેટલાંક અત્રે રજુ કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ. વિક્રમ સંવત...

મંતવ્યઃ તંત્રીને પત્ર (અંક ૨ મે ૨૦૨૦)

ગુજરાત સમાચારના માનવંતા વાચકોએ વાચનસામગ્રીથી માંડીને અખબારના કલેવર અને રાષ્ટ્રીયથી માંડીને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે રજૂ કરેલા મંતવ્યો...

રૂપિયો ભારત છોડી આવ્યા પણ ગૂટકાને ગાંઠે બાંધી લાવ્યા

શુક્રવારની સાંજ એટલે લંડનગરાઓને નિરાંત માણવાના વીકેન્ડનો શુભારંભ. મે મહિનો એટલે ચારેકોર બ્લોસમ ખીલી મદમસ્ત વેધર. આવી વેધરમાં ક્લબ, રેસ્ટોરન્ટોમાં ખાણી-પીણી અને નાચગાનની મસ્તી માણવા યુવાહૈયા ઉત્સુક બને એ સ્વાભાવિક છે. ઓલ્ડસ્ટ્રીટ સ્ટેશન નજીક “ગુજરાત સમાચાર" કાર્યાલયના કર્મયોગા હાઉસના આસપાસનો વિસ્તાર શુક્રવારે સાંજ પડે એટલે જાણે લંડનભરના ખૂણે ખૂણેથી યુવા યુગલોની વણથંભી વણઝાર ઉભરાવા માંડે.

રામરાજ્યમાં આપણે ઓશિયાળા કેમ?!

"મહારાણીના દેશમાં આપણને રામરાજ છે…. અહીં આપણને દર મહિને-અઠવાડિયે પેન્શન મળે છે, કોઇનું ઓશિયાળુ બનવું ના પડે…દવાખાના-દાકતરની ફી નહિ.. અને મરીએ તો ય શાંતિથી પેટીમાં સૂતાં સૂતાં લકઝરી કારમાં અંતિમયાત્રા થાય” આવું અમે કેટલાય પ્રૌઢ ભાઇ-બહેનો અથવા વૃધ્ધ વડીલોના મોંઢે સાંભળ્યું છે પણ ખરેખર આપણા નિવૃત્ત વડીલો વિસામો લેવાની વયે નિરાંતે આનંદદાયી પળો માણી શકે છે ખરા?!



to the free, weekly Gujarat Samachar email newsletter