કેન્યાની એનજિટેકે મહિલા હાફ મેરેથોનમાં માત્ર એક સેકન્ડથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

કેન્યાની મેરેથોન દોડવીર એગ્નેસ એનજિટેકે માત્ર મહિલાઓ માટેની હાફ મેરેથોન માત્ર એક સેકન્ડના તફાવતથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રવિવાર 20 સપ્ટેમ્બરે કોપનહેગન ખાતે વર્લ્ડ એથેલેટિક્સ રોડ રનિંગ ચેમ્પિયનશિપમાં એક કલાક, પાંચ મિનિટ અને 15 સેકન્ડમાં અંતર...

ભારતીય હાઈ કમિશને નાઈરોબીમાં 62મો ITEC ડે ઉજવ્યો

ભારતના હાઈ કમિશન દ્વારા નાઈરોબી ખાતે 15 સપ્ટેમ્બર 2026ના દિવસે 62મા ઈન્ડિયન ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન (ITEC) દિવસની ઉજવણી કરી હતી. કેન્યાના કેબિનેટ સેક્રેટરી ફોર પબ્લિક સર્વિસ જ્યોફ્રી રુકુ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા.

ઇજિપ્ત પોલીસે ગુરુવારે એક ભૂતપૂર્વ સાંસદ અને અન્ય લોકોની ૨૦૧ ફૈરોનિક, ગ્રીક અને રોમનકાળની મૂર્તિઓના ગેરકાયદે ખોદકામ અને દાણચોરી કરવાના આરોપસર ધરપકડ કરી હતી. 

મોઝામ્બિકમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચાલી રહેલી લોહિયાળ જેહાદી બળવાખોરીનો અંત લાવવા દક્ષિણ આફ્રિકન દેશો ત્યાં દળો મૂકવા માટે સંમત થયા હતા. એક દિવસીય બેઠક બાદ બ્લોકના એક્ઝિક્યુટિવ સેક્રેટરી સ્ટેર્ગોમેના ટેક્સે જણાવ્યું કે સાઉથ આફ્રિકન ડેવલપમેન્ટ...

૨૦૧૯માં કરેલા કૃત્યો દ્વારા દેશની સુરક્ષાની અવગણના કરવા બદલ આઈવરીના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પૂર્વ બળવાખોર નેતા ગ્વિલાસુમે સોરોને એબીડજનમાં તેમની ગેરહાજરીમાં આજીવન કેદની સજા ફરમાવાઈ હતી.  

અગાઉ સ્વાઝીલેન્ડ તરીકે જાણીતા આફ્રિકાના દક્ષિણી દેશ એસ્વાતીનીમાં લોકશાહી તરફી સક્રિય કાર્યકરોએ લોકશાહી સુધારા ન થાય અને તમામ વિરોધ પક્ષો પરથી પ્રતિબંધ ઉઠાવી ન લેવાય ત્યાં સુધી રાજાશાહી સામેના ઉગ્ર દેખાવોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.    

'જેકબ ગેડ્લેયીહ્લેકિસા ઝૂમાને ૧૫ મહિના જેલની સજા સંભળાવવામાં આવે છે.' કેટલીક ટ્રાયલ દરમિયાન ભૂતપૂર્વ પ્રમુખની ગેરહાજરીની પ્રતિક્રિયામાં ૨૯ જૂને દક્ષિણ...



to the free, weekly Gujarat Samachar email newsletter