જેનો જન્મ મોઝામ્બિકના પાટનગર લોરેન્સમાર્ક (મપુટુ)માં થયો હતો તેના પિતા દાઉદ અને મા ઝુબેદા. દાઉદે ૧૯૪૦માં એક પારસીની દુકાને નોકરી શરૂ કરી. પછીથી પોતાની દુકાન કરી. બંને અત્યંત મહેનતુ અને ધાર્મિક છતાં ધર્માંધ નહીં. બંનેને છ સંતાન. આમાં ચાર દીકરી...
વડીલો સહિત સર્વે વાચકમિત્રો, થોડાં દિવસ પહેલા ૧૯ નવેમ્બરે યુકેમાં મારા વસવાટને ૫૩ વર્ષ પૂરાં થયા છે. યુકે મારું ઘર, કર્મભૂમિ તો ભારત જન્મભૂમિ છે. થોડાં મહિનામાં મારા જીવનના ૮૩ વર્ષ પૂરાં થશે અને હું કહીશ કે યુકેએ મને ભૌતિક તેમજ અન્ય રીતે પણ...
એક કહેવત તો આંતરરાષ્ટ્રીય છેઃ ‘મોહમ્મદ પર્વતની પાસે ન જાય તો પર્વત મોહમ્મદની પાસે જશે!’ આ કહેવત નવેમ્બરની ૨૮મી તારીખે યથાર્થ ઠરી. સ્થાન ગાંધીનગર. સચિવ અનિશ માંકડનું નિવાસસ્થાન. સાંજના પ્રકાશમાં ત્યાં સાહિત્યપ્રેમીઓ અને સચિવો-ઉપસચિવો ખુલ્લા મંડપમાં...
ડો. અવધેશ કુમાર સિંઘ. આ નામ ક્યાંય મીડિયામાં તો ચમકતું - ઝળકતું ક્યાંથી હોય? પણ ગુજરાતમાં વિદ્યાક્ષેત્રે જે થોડાંક નામોને સ્મરવા જેવાં છે તેમાં ડો. સિંઘ પણ અવશ્ય આવે. ઓરો યુનિવર્સિટી સુરતમાં આવી છે. આપણા વિદ્યાપ્રેમી એનઆરજી રામભાઈના મોટા ગજાનાં...
વિકાસ અને શહેરીકરણની આંધળી દોટમાં આપણે એટલ ગુલતાન થઈ ગયા છીએ કે પ્રકૃતિ સાથેની સમતુલા તોડી નાંખી છે. નોર્વેની રાજધાની ઓસ્લોમાં ‘ઑસ્લો ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરમ’ની બેઠકમાં જંગલોના વિનાશ અંગે ‘વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિયૂટ’ દ્વારા રજૂ કરાયેલા આંકડા હબક...
હજારો વર્ષ પુરાણી હિન્દુ ધર્મસંસ્કૃતિ સંતોની પ્રાચીન અને ગૌરવશાળી પરંપરા ધરાવે છે. તેણે સમયે સમયે ભારતીય સમાજને સભ્ય અને સુસંસ્કૃત બનાવવામાં ક્રાંતિકારી યોગદાન આપ્યું છે. સંત એટલે એવી વ્યક્તિ જેને સત્યનું જ્ઞાન થઇ ગયું છે. આજે પણ આપણે અજ્ઞાનતાના...
જેરેમી કોર્બીનની લેબર પાર્ટીના કપટી દરબારીઓ ભારત-બ્રિટિશ સંબંધો માટે એટલા પીડાકારી, અન્યાયી અને નુકસાનકારી સાબિત થયા છે કે ૧૨૦ વર્ષ અગાઉ લેબર પાર્ટીની કેવી રીતે સ્થાપના થઈ હતી તે વિશે મારી યાદદાસ્ત તાજી કરવાનો સમય પાકી ગયો હોવાનું મને લાગે છે....
ભારતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો હતો ત્યારે સહુ કોઇના મોઢે એક જ સવાલ હતોઃ ૧૭મી લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ, કોંગ્રેસ કે મહાગઠબંધનમાંથી કોનું પલ્લું ભારે રહેશે? આ મુદ્દે દેશવિદેશમાં વસતાં ભારતીયોમાં અનેક અભિપ્રાયો વ્યક્ત થઇ રહ્યા...
• મોદી સરકારે મહારાષ્ટ્રની શિવસેના-ભાજપની સરકારના ‘મકોકા’ જેવા વિધેયકને ૨૦૦૩માં મંજૂર કરાવ્યું હતું • રાષ્ટ્રપતિ ડો. કલામ, પ્રતિભાતાઈ અને પ્રણવદાએ ગેરબંધારણીય જોગવાઈઓ હોવાથી મંજૂરી આપી નહોતી • ૧૬ વર્ષ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરીથી...
દેશના ૩૦ મુખ્ય પ્રધાનોમાં પોતીકા તો માત્ર ૧૨ જ અને સંઘ પરિવારના ગોત્રના રોકડા ૬ જ! કેન્દ્રમાં સત્તા અને ૩૭૦ હટાવવાના મુદ્દાને ગજવ્યા છતાં મહારાષ્ટ્ર-હરિયાણામાં બહુમતી નહીં. ગોવામાં ધારાસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૧૭+૪, ભાજપને ૧૩ મળ્યા છતાં ભાજપની...
હિન્દુ પૌરાણિક ગ્રંથો મહાભારત, ભાગવત, હરિવંશ અને વિષ્ણુ પુરાણમાં શ્રીકૃષ્ણ કથા કેન્દ્રસ્થાને છે. શ્રીકૃષ્ણ એ વિષ્ણુનો આઠમો અવતાર છે, પરંતુ એકેશ્વરવાદમાં માનનારા માટે તે જ એક પરમ તત્ત્વ છે. ભાગવત પુરાણનો ચોથો ભાગ માત્ર ને માત્ર કૃષ્ણકથા, કૃષ્ણદર્શન...
સન ૧૮૫૭ની ક્રાંતિ આયોજનમાં ખામીને કારણે તેમ જ વ્યાપક પ્રજાના વિરોધ વંટોળને બદલે માત્ર અમુક જ વર્ગનો વિદ્રોહ બની રહેવાને કારણે તે નિષ્ફળ ગઈ. ક્રાંતિ પછીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા અને મોરચે બરાબર ટક્કર લઈ શકે તેવી ધુરંધર વ્યક્તિઓ ભારતના પ્રાંત-પ્રાંતમાંથી...
ક્યારેય હાર ન માનવી, નિરાશ થવું નહિ, પરસેવાથી રેબઝેબ થઈને પણ શરીર પાસેથી પૂરતું કામ લેવું, મેદાન છોડવાની તો વાત જ નહિ કરવાની. પડ્યા પછી, ગબડ્યા પછી ત્યાં બેસવાનું નહિ, વધુ તાકાત સાથે ઉભા થવાનું, ફરી ઝઝૂમવાનું ને અંતે જીતવાનું ને જીતીને હર્ષના...
તોરલને શહેર બદલાયેલું લાગતું હતું. નવા નવા બ્રિજ, નવા નવા બિલ્ડીંગો, કોર્પોરેટ હાઉસ અને ઠેર ઠેર વિકસેલા ફૂડ ઝોન. જાણે નગરચર્યાએ નીકળ્યા હોય એમ એ કાર ડ્રાઈવ કરી રહી હતી. અલબત્ત, ટ્રાફિક બહુ જ હતો, કારણ કે નવરાત્રિની રાત હતી. ખુલ્લા મોટાં મેદાનોમાં...