ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ...
મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે.
આણંદ ટાઉનના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલરે એક પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરતાં આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. કાઉન્સિલરને રહીશોએ મેથીપાક પણ ચખાડયો હોવાનું કહેવાય છે.
શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિમાં સંતો મહંતોની આગવી ભૂમિકા બિરદાવતાં જણાવ્યું કે, સંતોએ સતત સેવાકાર્યો દ્વારા સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. વડતાલના આ દ્વિ-શતાબ્દી...
નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...
અરવલ્લીના સુપ્રસિદ્ધ અને અતિપ્રાચીન શામળાજી વિષ્ણુ મંદિરે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ થયો છે.
રાજકીય રીતે રસપ્રદ બનેલી અને બનાસકાંઠા લોકસભાની હારનો વસવસો વાવ પેટા ચૂંટણીને જીતીને દૂર કરવા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કમર કસી હતી. આ બેઠક પર ભાજપે અડધો ડઝન ઉમેદવારોના વિશ્લેષણ કરીને તૈયારી કરી રાખી હતી, પરંતુ કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર પસંદ...