દીપાવલિ અંકની તૈયારી અને વાચકો પરત્વે નિષ્ઠા

Saturday 11th October 2014 14:57 EDT
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આ વર્ષે પ્રકાશિત થનાર 'દીપાવલિ અંક'ને સવિશેષ બનાવવા માટે અમે ખાસ જહેમત ઉઠાવી રહ્યા છીએ. વિવિધ તસવીરો, અવનવા લેખો, વાર્તાઅો, નવલિકાઅો, કવિતા, રેસીપી, ચિંતનાત્મક લેખો સહિત વિવિધ માહિતી ધરાવતા દીપાવલિ અંકની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. આ અંકમાં સમાવવામાં આવેલ માહિતી નવી અને જુની બન્ને પેઢીના વાચકોને આનંદ આપશે.

'ગુજરાત સમાચાર' સર્વે વાચક મિત્રોની વાંચન માટેના રસ અને સમાચારો જાણવાની તાલાવેલીને માન આપે છે. દિવાળી અંક પ્રસિધ્ધ કરવાના બહાને અન્ય મેગેઝીન કે અખબારની જેમ અમે અમારા રાબેતા મુજબના 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના અંકો બંધ રાખતા નથી.

અમે સર્વે વાચકોની સમાચાર અને વાંચનની ભુખને સંતોષવા આગામી તા. ૧૮-૧૦-૧૪ના 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના રાબેતા મુજબનો અંકો પ્રકાશિત કરીશું અને દીપાવલિ પર્વના સપરમા દિવસોમાં સર્વે લવાજમી ગ્રાહકોના કરકમળોમાં દીવાળી વિશેષાંક પણ અર્પણ કરવામાં આવશે. 


    comments powered by Disqus