MOVE ગાઈડ્સ અને ટીમ રિલોકેશન્સ ગ્રૂપનું વ્યૂહાત્મક જોડાણ

કંપનીના કર્મચારીઓને વિશ્વના કોઈપણ ખૂણે પહોંચાડવામાં HR ટીમ્સને મદદરૂપ થતા અને આ ટેક્નોલોજીના પ્રણેતા ગણાતા 'MOVE ગાઈડ્સ' એ ગ્લોબલ રિલોકેશન કંપની 'ટીમ રિલોકેશન્સ ગ્રૂપ' સાથે નવા મહત્ત્વના જોડાણની જાહેરાત કરી હતી. આ જોડાણમાં MOVE ગાઈડ્સના નવા...

ધામેચા વાઈકિંગ વેન્ચર્સના 'ગોવા બીયર'નું વેચાણ કરશે

લંડનના સૌથી મોટા અને સૌથી સફળ સ્વતંત્ર હોલસેલર્સ પૈકીના એક ધામેચા કેશ એન્ડ કેરીએ ક્રિસમસ ફેસ્ટિવલની આવી રહેલી સીઝન પહેલા એવોર્ડ વિજેતા ગોવા પ્રિમિયમ બીયરના આયાતકાર વાઈકિંગ વેન્ચર્સ સાથે ડિસ્ટ્રીબ્યુશન ડિલ કર્યું છે.

ભારતીય ડ્રોન ડોકલામમાં દેખાતાં ચીન ભડક્યું

ભારતીય વિસ્તારો પર દાવો બતાવીને વારંવાર ઘુસણખોરી કરનાર ચીન ટેક્નિકલ ખરાબીને કારણે સરહદ પાર કરીને તેના પ્રદેશમાં ઘુસી ગયેલા ભારતીય ડ્રોન મામલે રાતું પીળું થયું છે. ચીને તેને ભડકાઉ પ્રવૃત્તિ ગણાવીને ભારત પાસેથી માફીની માગણી કરી છે. ચીનના સરકારી...

કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધી નિર્વિરોધ ચૂંટાયા

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસે સોમવારે પોતાના નવા અધ્યક્ષની પચારિક જાહેરાત કરી દીધી હતી. રાહુલ ગાંધીને કોંગ્રેસના આગામી અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે. રાહુલ દ્વારા ભરવામાં આવેલાં તમામ ૮૯ નામાંકનપત્રો યોગ્ય જણાતાં તેમને નિર્વિરોધ અધ્યક્ષ...

શ્રીકૃષ્ણ હોસ્પિટલ દ્વારા એનઆરઆઈને આવકારવા ‘વેલકમ ડેસ્ક’ની સ્થાપના

ચારુતર આરોગ્ય મંડળ અને શ્રીકૃષ્ણ હોસ્પિટલ ચરોતર દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં મદદ કરી હોય તેવા એનઆરઆઈ દાતાઓની કૃતજ્ઞતાને બિરદાવતાં ‘વેલકમ ડેસ્ક’ની સ્થાપના કરવામાં આવી છે. સામાન્ય રીતે નાતાલના મહિનામાં તથા...

શહીદ જવાનોના પરિવારો માટેની રામકથામાં આશરે રૂ. ચાર કરોડનું દાન એકત્ર થયું

‘મારુતિ વીર જવાન ટ્રસ્ટ’ દ્વારા સુરતમાં કથાકાર મોરારિબાપુની ઐતિહાસિક રામકથાનું આયોજન ૩જી ડિસેમ્બરથી કરાયું હતું. આ રામકથાનો મુખ્ય હેતુ દેશના શહીદ વીર જવાનોના પરિવાર માટે ફંડ એકત્રિત કરવાનો હતો. ચોંકાવનારી વાત એ છે કે રામકથા પૂર્ણ થયાના બે દિવસ...

કેલિફોર્નિયાના જંગલની આગ ૨.૩ લાખ એકરમાં ફેલાઈ

અમેરિકામાં કેલિફોર્નિયાના જંગલોમાં એક સપ્તાહ પહેલાં લાગેલી વિનાશક આગનો ઘેરાવો સતત વધી રહ્યો છે. આગની જ્વાળાએ ૨.૩૦ લાખ એકરના જંગલોને ઝપેટમાં લીધાં છે. આ વિસ્તારનું ક્ષેત્રફળ ન્યૂ યોર્ક શહેરથી પણ મોટું છે. ચાર ડિસેમ્બરે વેન્ટુરા અને સેન્ટ પોલ...

બે મિત્ર રાષ્ટ્રોના નેતાઓનો ટ્વીટર જંગ

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે વચ્ચે આતંકવાદના મુદ્દે ટ્વીટર યુદ્ધ ખેલાયું હતું. અતિ જમણેરી સંસ્થા ‘બ્રિટન ફર્સ્ટ’ દ્વારા મૂકાયેલા મુસ્લિમવિરોધી વીડિયોને રીટ્વીટ કરવાનું ટ્રમ્પનું પગલું થેરેસાને પસંદ પડ્યું...

નેપાળની ચૂંટણીમાં ડાબેરી મોરચાને સત્તા સોંપાઈ

નેપાળમાં સંસદ અને પ્રાંતીય સરકારોની બેઠકો માટે યોજાયેલી ઐતિહાસિક ચૂંટણીનાં પરિણામો સામે આવી રહ્યા છે. સંસદની ૩૦ બેઠકોના જાહેર થયેલાં પરિણામે પૈકી ૨૬ બેઠકો પર ડાબેરી મોરચો અને ૩ બેઠકો પર નેપાલી કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. સીપીએન-યુએમએલ...

ડાયવોર્સ પેકેજ મુદ્દે ઈયુ-યુકેમાં સમજૂતી સાધવા થેરેસા મેને સફળતા

વડા પ્રધાન થેરેસા મેએ ઈયુ સાથે સમજૂતી કરવાના પ્રયાસોમાં આખરે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. યુકેના નેગોશિયેટરોએ આયર્લેન્ડ, ડીયુપી અને ઈયુ સાથે સમજૂતીને આખરી ઓપ આપવા રાતભર જાગરણ કર્યું હતું. આ પછી વડા પ્રધાન થેરેસા મે યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ...

લેડી જયાલક્ષ્મીબેન ચાંદેનું નિધન

દારેસલામ, ટાન્ઝાનીયા ખાતે રહેતા અને સ્વ. સર શ્રી જે.કે. ચાંદેના ધર્મપત્ની શ્રીમતી લેડી જયાલક્ષ્મીબેન ચાંદેનું ટૂંકી માંદગી બાદ ૮૦ વર્ષની વયે ગત શુક્રવારે તા. ૧ ડીસેમ્બરના રોજ નિધન થયું હતું. 'જયલી'ના હુલામણા નામે મિત્રો અને સંબંધીઅોમાં અોળખાતા...

ગુજરાતી પાટીદાર અલ્પેશ પટેલની કેન્યામાં લૂંટના ઈરાદે હત્યા

વતન નરસંડાથી નડિયાદમાં વસેલા પાટીદાર પરિવારના કેન્યામાં એલ્ડોરેટમાં ત્રણ વર્ષ પહેલાં પરિવાર સાથે સ્થાયી થયેલા દીકરા અલ્પેશ પટેલની લૂંટના ઈરાદે કેન્યામાં તાજેતરમાં હત્યા થઈ હોવાના સમાચાર છે. પહેલાં અલ્પેશના મોટાભાઈ સંજયની પણ લૂંટના ઈરાદે જ કેન્યામાં...

કેલિબના કદ-કાઠી નીચા, પણ દૃઢ નિર્ધાર ઊંચો

કેલિબ મુર્ટોબોની ઊંચાઇ માત્ર ૩ ફૂટ ૭ ઇંચ છે, પણ માત્ર ૧૯ વર્ષની ઉંમરમાં તેણે એવું શરીર સૌષ્ઠવ કેળવી લીધું છે કે જેનું સપનું દરેક બોડી બિલ્ડર સેવતો હોય છે. સિક્સ પેક એબ્સ અને બાઇસેપ્સ બનાવી ચૂકેલા કેલિબનું વજન માત્ર ૩૬ કિલો છે. તે અઠવાડિયામાં...

ભીખારણની દરિયાદિલીઃ મંદિરને દાન આપ્યું

૮૫ વર્ષનાં એમ. વી. સીતાલક્ષ્મી વર્ષો સુધી લોકોના ઘરકામ કરીને જીવનનિર્વાહ ચલાવતાં હતાં. વૃદ્ધાવસ્થાના કારણે ઘરકામ કરવા અસમર્થ બન્યાં તો કર્ણાટકના મૈસૂર નજીક વાન્તિકોપ્પાલમાં પ્રસન્ના અંજનેયા સ્વામી મંદિરની બહાર બેસીને ભીખ માંગવા લાગ્યા.

રાજકીય રણનીતિકારોમાં ચિંતા

રાજ્યના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે પ્રથમ તબક્કામાં ૬૬.૭૫ ટકા મતદાન થયું છે. જે ૨૦૧૨ની ચૂંટણીની સરખામણીમાં ઓછું હોવાથી કોણ લાભમાં રહેશે અને કોણ ખોટમાં રહેશે તે પ્રશ્ન અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાતમાં ચૂંટણીનો પ્રથમ તબક્કોઃ ૬૭ ટકા મતદાન

રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શનિવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. ૮૯ વિધાનસભા બેઠકો પર કુલ ૬૬.૭૫ ટકા મતદાન થયું છે. કેટલાંક સ્થળોએ ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન) અને વીવીપેટ (વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ)માં ટેક્નિકલ...


to the free, weekly Gujarat Samachar email newsletter