ગુજરાતના હજયાત્રીઓની પહેલી ફ્લાઇટ રવાના

Wednesday 07th June 2023 06:22 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતના હજયાત્રીઓની પહેલી ફ્લાઈટ રવિવારે જેદ્દાહ જવા રવાના થઈ હતી. એક જ દિવસે બે ફલાઇટ હતી, જેમાં પહેલી ફ્લાઇટમાં 360 અને બીજીમાં 370 યાત્રી રવાના થયા હતા. આ વખતે ગુજરાતના હજયાત્રીઓ પાસેથી વધુ નાણાં ખંખેરવામાં આવ્યાં હોવાના આક્ષેપ થયા છે,જેને લઈને લોકોમાં અસંતોષ ફેલાયો છે. મુંબઈથી જનારા હજયાત્રી કરતાં ગુજરાતી યાત્રી પાસેથી રૂ. 68થી 70 હજાર જેટલી વધુ રકમ ખંખેરવામાં આવી છે.


comments powered by Disqus