યુનિવર્સિટી કોલેજ લંડનના ન્યુરોલોજીસ્ટ ડેનિસ ચેનના મતે, લોકોને પૂછીને અથવા રૂટ નેવિગેટ કરીને GPS વિના તમારા ગંતવ્ય સ્થાનની આસપાસનો રસ્તો શોધવાનો પ્રયાસ કરો. આ મગજના હિપ્પોકેમ્પસ ક્ષેત્રને સક્રિય કરે છે. આ યાદશક્તિને સુધારે છે અને મગજને લાંબા સમય સુધી સક્રિય રાખવામાં મદદ કરે છે. આમ કરવાથી ત્રણ મુખ્ય ફાયદા થાય છે. જેમ કે,
1) મગજનો કુદરતી નકશો વિકસે છે
જાતે રસ્તો શોધવાથી તમારું મગજ આસપાસના વાતાવરણ, સીમાચિહ્નોના આધારે જ્ઞાનાત્મક નકશો બનાવે છે. આ ‘દૃશ્ય યાદશક્તિ’માં સુધારો કરે છે.
2) ડિમેન્શિયાનું જોખમ ઘટે છે
ઉમર વધવાની સાથે ડિમેન્શિયાનું જોખમ વધે છે. જોકે, નવી જગ્યાઓ પર ફરવાનો રસ્તો શોધવાથી અને નવા રસ્તાઓ યાદ રાખવાથી મગજની સક્રિયતા વધે છે.
3) સમસ્યા ઉકેલવાથી કુશળતા સુધારે છે
તમે જ્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તમારી મંજિલ સુધી પહોંચો છો ત્યારે આત્મવિશ્વાસ મજબૂત થાય છે.


