મુકેશ અંબાણીએ જામનગરને બનાવ્યું વિશ્વનું સૌથી મોટું રિફાઇનિંગ હબ

Sunday 25th October 2026 06:23 EDT
 
 

અમદાવાદઃ વિશ્વનું સૌથી મોટું સિંગલ-સાઈટ રિફાઇનિંગ કોમ્પ્લેક્સ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઊભું છે. અહીં ભારતીય ઇજનેરી વૈશ્વિક સ્તરે કામ કરે છે અને મહાદ્વીપોને ઊર્જા આપતા ફ્યુઅલનું અહીં પ્રોસેસિંગ થાય છે. કંપની જામનગરને આ વાતના પ્રતીક તરીકે દર્શાવે છે કે ભારત શું બનાવી શકે છે.
સન 2002માં ધીરુભાઈ અંબાણીના અવસાન સમયે રિલાયન્સ દેશના સૌથી અગ્રણી ઔદ્યોગિક ગ્રૂપોમાં સામેલ થઈ ચૂક્યું હતું. ત્યારે ઘણા લોકો એવી માન્યતામાં રાચતા હતા કે ઉત્તરાધિકારીઓ બસ ધીરુભાઇએ બનેલા-બનાવેલા સામ્રાજ્યને સંભાળશે, પરંતુ મુકેશ અંબાણીએ બધાને ખોટા પાડ્યા. તેમણે પોતાના માટે એક મોટું લક્ષ્ય નક્કી કર્યું. પિતાના વિચારોને આગળ વધારવા મોટું વિચારવું, માંગ ઊભી થાય તે પહેલાં રોકાણ કરવું અને આખાને આખા ઉદ્યોગોનો કાયાકલ્પ કરવો. જામનગરમાં આ મહત્ત્વાકાંક્ષા સૌથી સ્પષ્ટ દેખાઈ આવે છે.
જામનગર: રિફાઈનરીથી ગ્રીન એનર્જી ક્રાંતિ સુધી
ગુજરાત માટે જામનગર માત્ર એક પ્લાન્ટ કે સંયંત્રથી ક્યાંય વિશેષ સાબિત થયું. તેણે રાજ્યમાં રોકાણ, રોજગારી, સ્કિલ ડેવલપમેન્ટ અને સપ્લાયર્સ તથા સેવા પ્રદાતાઓનું એક આખી ઇકોસિસ્ટમ તૈયાર કરી અને ગુજરાતને વૈશ્વિક ઊર્જાના નકશા પર મજબૂતીથી સ્થાપિત કર્યું. અહીં જ સાકાર થઇ રહેલું ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ ભવિષ્યની સ્વચ્છ ઊર્જા તરફ રિલાયન્સનું નવું કદમ છે.

દોરાથી ડિજિટલ ક્રાંતિ સુધી: દરેક ઘર સુધી પહોંચ

નરોડાની ટેક્સટાઇલ મિલે રિલાયન્સને ભારતીય ઘરોમાં પહેલી ઓળખ આપી હતી. કંપનીને ખૂબ આગળ લઈ ગયા. રિલાયન્સ રિટેલ દ્વારા મુકેશ અંબાણી નાના કસબાઓ સુધી ઓર્ગેનાઈઝ્ડ શોપિંગ સંસ્કૃતિ લઇ ગયા. આ પછી મીડિયા, મનોરંજન, ડિજિટલ સેવાઓ અને ટેલિકોમ્યુનિકેશનનો વ્યાપક વિસ્તાર થયો. એક જ પેઢીમાં આ સફરે પરિવારના કપડાંનો દોરો બનાવવાથી આગળ વધીને કુટુંબ શું ખરીદે છે, શું જુએ છે અને દુનિયા સાથે કેવી રીતે જોડાય છે તે તમામ પાસાંને આવરી લીધા. પરિવાર ધીરૂભાઈના દર્શાવેલા માર્ગે જ આગળ ચાલ્યો છે. અપાર સંભાવનાઓ ધરાવતા ક્ષેત્રોમાં પ્રવેશવું, મોટા પાયે રોકાણ કરવું, જૂની માન્યતાઓને પડકારવી અને નવા બજારોનું નિર્માણ કરવું, આ બધું નોંધનીય છે.

રોકાણકારોનો ભરોસો જાળવ્યો

સ્થાપક ધીરુભાઇની વિરાસતનો એક પણ ભાગ બદલાયો નથી અને તેના કેન્દ્રસ્થાને છે સામાન્ય રોકાણકારો સાથેનો સંબંધ. 2006માં રિલાયન્સ પેટ્રોલિયમ આઇપીઓ સાથે બજારમાં આવી, જેનાથી વધુ એક મોટો વેપાર સામાન્ય રોકાણકારોની પહોંચમાં આવ્યો. 2009માં તેનું મર્જર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં થઈ ગયું. 1977થી જોડાયેલા પરિવારો માટે આ દાયકાઓના વિશ્વાસનો એક નવો અધ્યાય હતો. પિતાએ મધ્યમ વર્ગને શીખવ્યું કે તે ઔદ્યોગિક પ્રગતિમાં ભાગીદાર બની શકે છે, અને પુત્રએ બતાવ્યું કે એ જ પ્રગતિ વૈશ્વિક સ્તરે કેવી દેખાઈ શકે છે. આ જ કારણસર મુકેશ અંબાણીને ‘નવયુગ ગુજરાત’ના શિલ્પી તરીકે જોવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter