અર્થપૂર્ણ સંબંધો અને સફળતાના પાયામાં હોય છે સત્ય - પારદર્શિતા અને વિશ્વાસઃ બ્રહ્મવિહારી સ્વામી

Saturday 24th October 2026 06:23 EDT
 
 

એટલાન્ટાઃ જ્યોર્જિયાના એટલાન્ટા સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પહેલા એક્ઝિક્યુટિવ ફોરમનું ભવ્ય આયોજન કરાયું હતું. ‘લિવિંગ એ વેલ્યુ-એડેડ લાઇફ’ (મૂલ્યવર્ધિત જીવન) વિષય કેન્દ્રીત આ ફોરમમાં એટલાન્ટા સ્થિત ભારતીય કોન્સલ જનરલ ડો. સુમિત સેઠ સહિત એટલાન્ટાના ટેકનોલોજી, એરોસ્પેસ, બિઝનેસ ક્ષેત્રના ટોચના એક્ઝિક્યુટિવ્સ, જાણીતા ઉદ્યોગપતિઓ, પૂર્વ રમતવીરો સહિત 80 જેટલા અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ફોરમને મુખ્ય વક્તા તરીકે સંબોધતા બીએપીએસના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ વ્યાવસાયિક સફળતાની સાથે-સાથે વ્યક્તિગત જીવનમાં નૈતિક મૂલ્યોના મહત્ત્વ સમજાવતા જણાવ્યું કે કોઈપણ સંસ્થા કે અંગત જીવનમાં અર્થપૂર્ણ સંબંધો અને કાયમી સફળતાનો પાયો સત્ય, પારદર્શિતા અને પરસ્પર વિશ્વાસ પર ટકેલો છે. જેમ જીપીએસનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં આપણે અત્યારે ક્યાં છીએ તે કરન્ટ લોકેશન જાણવું જરૂરી છે, તેમ જીવનમાં આગળ વધવા માટે લીડર્સે પોતાની વર્તમાન સ્થિતિ અને આત્મ-જાગૃતિ કેળવવી અનિવાર્ય છે.તેમણે કહ્યું હતું કે બિઝનેસ મીટિંગ્સમાં જો અહંકાર અને ગર્વને છોડીને જો કામ કરવામાં આવે, તો નિર્ણયો લેવા અને સંબંધો સાચવવાનું ખૂબ સરળ બની જાય છે. ક્ષમા અને સંબંધોનું મૂલ્ય સમજાવતા તેમણે કહ્યું હતું કે ભૂલોને માફ કરવી અને મનમાં કોઈના પ્રત્યે કડવાશ ન રાખીએ તો મહત્ત્વના સંબંધોનું મૂલ્ય જળવાઈ રહે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter