ડો. ચગ આપઘાત કેસમાં નારણ ચૂડાસમાના જામીન નામંજૂર

Wednesday 07th June 2023 06:22 EDT
 
 

વેરાવળઃ ડો. અતુલ ચગ આપઘાત કેસમાં જૂનાગઢ જિલ્લાના સાંસદના પિતા દ્વારા આગોતરા જામીન અરજી ગીર સોમનાથ જિલ્લા સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થયાના 14 દિવસ બાદ એટલે 29 મેએ વેરાવળ સેશન્સ કોર્ટમાં ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા માટે અરજી દાખલ કરી હતી.
ડો.અતુલ ચગે ગત 12 ફેબ્રુઆરીએ ગળેફંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેમણે સ્યૂસાઇડ નોટમાં આત્મહત્યાનું કારણ નારણભાઈ તથા રાજેશ ચૂડાસમાને જણાવ્યા હતા, ડોક્ટરના પુત્રની સાંસદ રાજેશ ચૂડાસમા અને તેના પિતા નારણ ચૂડાસમા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેની સામે નારણ ચૂડાસમાએ આગોતરા જામીન અરજી કરી હતી.


comments powered by Disqus