મહારાષ્ટ્રના લવાસામાં પ્રધાનમંત્રી મોદીની ભવ્ય પ્રતિમા બનશે

Wednesday 09th August 2023 07:26 EDT
 
 

મુંબઈઃ મહારાષ્ટ્રના પ્રવાસન સ્થળ લવાસા કુદરતી સંપદા અને સૌંદર્ય માટે ખૂબ જાણીતું છે, જેમાં હવે વધારો થશે. લવાસામાં પ્રધાનમંત્રી મોદીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. કહેવાય છે કે તેનું અનાવરણ ડિસેમ્બરમાં કરાશે.
ગુજરાતના એક વેપારીએ જાન્યુઆરી 2023માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 156 ગ્રામની સોનાની મૂર્તિ બનાવી હતી, જે બાદ હવે લવાસાના પર્યટન સ્થળે પ્રધાનમંત્રીની ભવ્ય અને ઊંચી પ્રતિમા બનાવવાની જાહેરાત કરી દેવાઈ છે. દાવો કરાઈ રહ્યો છે કે 190થી 200 મીટર ઊંચાઈની આ પ્રતિમા હશે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે.
લવાસામાં ડાર્વિન પ્લેટફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામની કંપની પ્રધાનમંત્રી મોદીની પ્રતિમા બનાવવા જઈ રહી છે, જેનું અનાવરણ 31 ડિસેમ્બર 2023 પહેલાં કરવામાં આવી શકે છે. કાર્યક્રમમાં ઇઝરાયેલ, જર્મની, ફ્રાન્સ, યુએઈ, સાઉદી અને યુએસએના રાજદૂતોની સાથે સન્માનનીય પ્રતિનિધિઓ હાજરી આપી શકે છે.
આ પ્રતિમા પ્રધાનમંત્રી મોદીનું દૂરદર્શી નેતૃત્વ અને રાષ્ટ્રમાં અખંડ એકતા માટે કરાયેલા પ્રયાસોને સમર્પિત હશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ દ્વારા અજય હરિનાથ સિંહના નેતૃત્વ હેઠળની ટીમ લવાસા સ્માર્ટ સિટી માટે સંકલ્પ યોજનાને મંજૂરી મળ્યા બાદ પીએમ મોદીની પ્રતિમાની પરિકલ્પનાને હવે વાસ્તવિક રૂપ આપવાની નજીક છે.


comments powered by Disqus