2000ની નોટ પરત લેવાની જરૂરી વ્યવસ્થા કરાઈઃ આરબીઆઈ ગવર્નર

Wednesday 24th May 2023 07:19 EDT
 
 

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આ અંગે જણાવ્યું કે, રૂ. 2000ની નોટ બદલવા માટે બેન્કો તૈયાર છે. બેન્કોમાં તમામ જરૂરી વ્યવસ્થા કરી લેવામાં આવી છે. લોકોએ નોટ બદલવા માટે કોઈ પ્રકારે ઉતાવળ કરવાની જરૂર નથી, 4 મહિનાનો સમય છે.
30 સપ્ટેમ્બર બાદ શું?
શક્તિકાંત દાસે કહ્યું કે, તમામ પ્રકારની મુશ્કેલીઓનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 30 સપ્ટેમ્બર બાદ રૂ. 2000ની નોટ અસ્વીકૃત રહેશે. આશા છે કે 30 સપ્ટેમ્બર સુધી મોટાભાગની નોટ પરત આવી જશે. તે બાદ 2000ના દરની નોટ માર્કેટમાં રહે છે, તો તેને લઈને આગળ જાણ કરાશે.
નોટ બદલાવવા ડોક્યુમન્ટ જરૂરી નહીં
કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, બેન્કોમાં નોટ બદલવા કે જમા કરાવવા વધારાના દસ્તાવેજો રજૂ કરવા પડશે નહીં કે ફોર્મ્સ ભરવાં પડશે નહીં.
જાલીનોટ પર થશે કાર્યવાહી
જો કોઈ વ્યક્તિ રૂ. 2000ની નકલી નોટ જમા કરાવશે તો કાર્યવાહી કરવામાં આવી રહી છે.બેન્કમાં જમા કરાવતાં 5થી વધુ નકલી નોટ જપ્ત કરાતાં તે વ્યક્તિ સામે એફઆઇઆર નોંધવામાં આવશે. આ નકલી નોટને મહોર લગાવી રદ કરાશે.


comments powered by Disqus