ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં રૂ. 1 કરોડની લૂંટ

Wednesday 24th May 2023 06:09 EDT
 
 

ગાંધીધામઃ ગાંધીધામની મુખ્ય બજારમાં જવાહર ચોક પાસે બપોરના અરસામાં બાઇક પર આવેલા ચાર શખ્સે આંગડિયા પેઢીમાં ઘૂસીને રૂ. એક કરોડની લૂંટ ચલાવી હતી. ગાંધીધામની મુખ્ય બજારમાં જવાહર ચોક પાસે આવેલી પીએમ આંગડિયામાં બપોરે ત્રણ વાગ્યે બે બાઇક ૫૨ હેલ્મેટ પહેરીને આવેલા ચાર લુટારુએ ઓફિસની અંદ૨ ઘૂસી પિસ્તોલ કાઢીને ઓફિસમાં રહેલા કર્મચારીઓ ધમકાવી રૂ. 1.05 કરોડ રોકડ લઈ ફરાર થઈ ગયા હતા.


comments powered by Disqus