તાલાલા યાર્ડમાં એક માસમાં કેસર કેરીનાં 3.30 લાખ બોક્સની આવક

Wednesday 24th May 2023 06:09 EDT
 
 

તાલાલા ગીરઃ તાલાલા માર્કેટિંગ યાર્ડમાં 10 કિલો ગ્રામના 21,800 બોક્સની આવક થતાં માર્કેટિંગ યાર્ડ કેસર કેરીથી છલકાઈ ગયું હતું. સારામાં સારી કેરીનું એક બોક્સ રૂ. 760માં વેચાણ થયું હતું. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં 18 એપ્રિલથી કેસર કેરીની સિઝન શરૂ થઈ હતી. એક માસ દરમિયાન યાર્ડમાં દસ કિલોગ્રામના કુલ 3.30 લાખ બોક્સની આવક થઈ છે.
તાલાલા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં એક માસ દરમિયાન આવેલા કેરીના બોક્સનું રૂ. 520ના ભાવે વેચાણ થયું છે. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીના વેચાણમાંથી કેસર કેરીના ઉત્પાદકોને રૂ. 17 કરોડથી પણ વધુ રકમની આવક થઈ છે.


comments powered by Disqus