અમદાવાદના કોબામાં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે સોમવારે બપોરે 2:07 વાગ્યે પ્રભુ મહાવીર સ્વામીના લલાટ પર સૂર્યતિલક જોવા મળ્યું હતું. આચાર્ય કૈલાસ સાગરસૂરીશ્વરજીની યાદમાં આચાર્ય અરવિંદ સાગરસૂરિજીએ સૂર્યની ગતિ, દિશા, કોણ, અયનભાગની ખૂબ સૂક્ષ્મ ગણતરી કરી તેમના અગ્નિદાહના સમય મુજબ મંદિરમાં સૂર્યનાં કિરણનું સ્થળ નક્કી કર્યું હતું.


