ભરૂચઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પીઆરઓ ઉદય વૈષ્ણવના પુત્ર વશિષ્ઠ વૈષ્ણવનું વડોદરાના દેથાણ ગામ પાસે માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. કરજણ તાલુકાના દેથાણ ગામ પાસે તેમની કારમાં કોઈ ક્ષતિ જણાતાં તે, તેમના મિત્ર અને ડ્રાઇવર ચકાસણી માટે રોડસાઇડ ઊભા હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જ્યારે તેના મિત્ર અને ડ્રાઇવરને ગંભીર ઈજા પહોંચી હતી.


