મોદીએ 2000ની નોટ અંગે જાહેરાત કરવાનું ટાળ્યું

Wednesday 24th May 2023 07:19 EDT
 
 

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બે હજાર રૂપિયાની ચલણી નોટને પાછી ખેંચવાનો નિર્ણય લીધો તેની જાહેરાત કરવા નરેન્દ્ર મોદી કેમ ના આવ્યા એ મુદ્દો જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે.
 16 નવેમ્બર 2016ની રાત્રે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરીને રૂ. 500 અને રૂ. 1000ની નોટ બંધ કરીને તેના બદલે નવી ડિઝાઇન અને સાઇઝની રૂ. 500 અને 2000ની નવી નોટ બહાર પાડવાની જાહેરાત કરી હતી. હવે બે હજાર રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત રિઝર્વ બેન્કે સામાન્ય જાહેરાતની જેમ જ કરી દીધી.
વિશ્લેષકોના મતે નરેન્દ્ર મોદીએ 2016માં પહેલી વાર નોટબંધી જાહેર કરી ત્યારે ઐતિહાસિક જાહેરાત કરતા હોય એવી તામઝામ કરી હતી. આ જાહેરાતના કારણે દેશના અર્થતંત્રની કાયાપલટ થઈ જશે અને બ્લેક મની નાબૂદ થઈ જશે એવું ચિત્ર ઊભું કરાયું હતું પણ એવું કશું થયું નહીં. ઊલટાનું લોકો હેરાન થઈ ગયા.
અત્યારે લોકો હેરાન થાય તો વરસ પછીની લોકસભા ચૂંટણીમાં તેની અસર દેખાશે તેથી મોદીએ જશ લેવાનું
ટાળ્યું છે.


comments powered by Disqus