રાજકોટઃ દ્વારકા મંદિરમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. દ્વારકાધીશ લોકોના આસ્થાનું કેન્દ્ર છે. ભક્તો દ્વારા ઘણીવાર સોના-ચાંદી દાગીના ભગવાનને અર્પણ કરાતા હોય છે. રાજકોટના એક ભક્તે દ્વારકાધીશને સોનાનો મુગટ અર્પણ કર્યો છે. અપરા એકાદશીના દિવસે મૂળ રાજકોટના ભૂપત જાડેજાના પરિવાર દ્વારા શ્રીજીને સોનાનો મુગટ અર્પણ કરાયો હતો. આ મુગટમાં 275 ગ્રામ સોનું છે, જેની અંદાજિત કિંમત રૂ. 11 લાખથી વધુ થાય છે. દ્વારકાધીશ મંદિરમાં ભક્તો દ્વારા લાખોના મુગટ, ચરણપાદુકા, વાંસળી કે કમરબંધના સોના-ચાંદીના દાગીના ભાવપૂર્વક અર્પણ કરાતા હોય છે.


