સુરતઃ રશિયામાંથી છૂટા થયેલા સખા રિપબ્લિકના યાકુત્યા શહેરને સુરત સાથે સિસ્ટર સિટી તરીકે કરારબદ્ધ કરવા માટેની તૈયારી દર્શાવાઈ છે. સખાના પ્રતિનિધિમંડળે મંગળવારે સુરત મનપાની મુલાકાત લીધી હતીે.
બેઠકમાં સખા રિપબ્લિક (રશિયા) સરકારના ઉપાધ્યક્ષ કિમ એ. બોરીસોવે સખા રિપબ્લિક (યાકુતિયા) વિશે સંક્ષિપ્તમાં માહિતી આપી જણાવ્યું હતું કે, સખામાં કોલસો, સોનું અને હીરાની ખાણો આવેલી છે. અમારી અર્થવ્યવસ્થામાં આ તમામ ક્ષેત્રનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. અમે કીમતી પથ્થરો-ધાતુઓ અને હીરાની નિકાસ કરીએ છીએ. રશિયામાંથી નીકળતા હીરામાં સખાનું યોગદાન 99 ટકા છે.
બોરીસોવેએ સુરત પાલિકાના ડ્રેનેજ, હાઇડ્રોલિક, બીઆરટીએસ, સુએઝ પ્લાન્ટ, વેસ્ટ મેનેજમેન્ટ પ્રકલ્પોની માહિતી મેળવી હતી.


