જાપાનના હિરોશીમામાં જી-7ની બેઠક દરમિયાન શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત થઈ. બંને દિગ્ગજની આ મુલાકાતમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ગહન ચર્ચા થઈ હતી. મુલાકાત દરમિયાન મોદીએ ઝેલેન્સ્કીને કહ્યું કે, યુક્રેન યુદ્ધની વૈશ્વિક મુદ્દો બની ગયો છે, કારણ કે તેની અસર સમગ્ર દુનિયાને થઈ રહી છે. આ માત્ર એક મુદ્દો નથી પણ અર્થવ્યવસ્થા, રાજનીતિ અને માનવતાનો પણ મુદ્દો છે. ભારત અને હું આ યુદ્ધના સમાધાન માટે કંઈપણ કરી શકીએ છીએ અને કરીશું. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી સિવાય વિદેશમંત્રી એસ.જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા.


