કર્ણાટકમાં દિગંબર મુનિની હત્યાના વિરોધમાં સુરતમાં જૈન સમાજની રેલી

Wednesday 26th July 2023 06:04 EDT
 
 

સુરતઃ કર્ણાટકમાં દિગંબર જૈન સમાજના મુનિ સંતની હત્યા કરવાની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુરુવારે જૈનસમાજ દ્વારા વિશાળ વિરોધ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી હત્યારાને ફાંસી આપવાની માગ કરવામાં આવી છે. કર્ણાટરના બેલગામા જિલ્લામાં જૈન મુનિ કામકુમાર નંદીજીનું અપહરણ કરીને ટુકડા કરી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર જૈન સમાજ હચમચી ગયો છે. આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત સાથે જૈન સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે.


comments powered by Disqus