ચંદ્રયાન-3ની યાત્રા પૃથ્વીની અંતિમ કક્ષામાં

Wednesday 26th July 2023 06:05 EDT
 
 

બેંગાલુરુઃ ચંદ્રયાન-3 મંગળવારે પૃથ્વીની પાંચમી અને અંતિમ કક્ષામાં પરિક્રમા માટે આગળ વધતાં ઉત્સુકતા વધી હતી. ઇસરોના કહેવા મુજબ ચંદ્રયાન-3 આ છેલ્લી અને ચોથી પરિક્રમા પૂર્ણ કરશે, તેના એન્જિનની શરૂઆત થઈ જશે.
જેથી યાન ઝડપથી ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે અને ચંદ્રના ગુરુત્વાકર્ષણમાં પહોંચી જશે. ચંદ્રયાન-3ની હજુ સુધીની યાત્રાની વાત કરવામાં આવે તો તેણે 20 જુલાઈએ ચોથી કક્ષામાં પ્રવેશ કરવામાં સફળતા મેળવી હતી. અત્રે નોંધનીય છે કે, ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર 23મી અથવા તો 24 ઓગસ્ટે ઉતરશે.


comments powered by Disqus