બાંગ્લાદેશમાં મંદિરમાં તોડફોડ, દુર્ગા માતાની પાંચ મૂર્તિ ખંડિત

Wednesday 26th July 2023 07:03 EDT
 
 

ઢાકાઃ પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યો છે. બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ મંદિરમાં તોડફોડ અને મૂર્તિને ખંડિત કરવા તેમજ અપમાનિત કરવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
બાંગ્લાદેશના બ્રાહ્મણ બારિયા જિલ્લાના નિયામતપુર ગામમાં આવેલા દુર્ગા માતાના મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. એટલું જ નહીં દુર્ગા માતાની મૂર્તિને પણ ખંડિત કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે ખલીલ નામના એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, મંદિર તોડવાના અહેવાલો સામે આવ્યા બાદ સ્થાનિક લોકો સક્રિય થઈ ગયા હતા અને આરોપીને શોધી કાઢવા તેમજ ધ૨પકડમાં મદદ કરી હતી.
જિલ્લા એસ.પી. મોહંમદ શખાવત હુસેને જણાવ્યું હતું કે, અમે ખલીલની ધરપકડ કરી છે. તેણે મંદિરમાં તોડફોડ કેમ કરી તેની જાણકારી મેળવી રહ્યા છીએ.


comments powered by Disqus