મદીનામાં ગુજરાતના હજયાત્રીઓએ કલાકો ચક્કાજામ કર્યો

Wednesday 26th July 2023 06:04 EDT
 
 

ગોધરાઃ ગુજરાત તથા ગોધરાથી હજ માટે ગયેલા 900 હજયાત્રીઓને ચાલુ વર્ષે અવ્યવસ્થાને લઈને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સાઉદી ખાતે હજયાત્રાએ જવા માટે આ વર્ષે હજયાત્રીઓ દ્વારા વ્યક્તિદીઠ કુલ રૂ. 3,72,000 ચૂકવ્યા હતા, છતાં પણ ગુજરાત રાજ્ય હજ કમિટી સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે. મક્કાથી હજયાત્રીઓ મદીના ખાતે પહોંચ્યા હતા. તેમને જે હોટેલ જણાવવામાં આવી હતી તેના વિરુદ્ધ અસુવિધાવાળી અન્ય હોટેલ ફાળવાતાં હજયાત્રીઓ રોષે ભરાયા હતા અને હોટેલ લેવાની ના પાડી કલાકો સુધી જાહેરમાર્ગ પર ચક્કાજામ કર્યો હતો. બાદ સાઉદી પોલીસની દરમિયાનગીરીથી 12 કલાક પછી મામલો થાળે પડ્યો હતો. મદીના ખાતે હાજીઓને અન્ય હોટેલ ફાળવી ત્યારબાદ હાજીઓ હોટેલમાં પ્રવેશ કર્યો હતો. ગોધરાના યાત્રી યામીનભાઈ બંગલીએ હજયાત્રીઓને પડેલી મુશ્કેલી અંગે મદીનાથી માહિતી આપી હતી.


comments powered by Disqus