મહેસાણાના જોટાણામાં બે સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટની સ્થાપના થશે

Wednesday 26th July 2023 06:05 EDT
 
 

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્વર્ણિમ સંકુલમાં બુધવારે લંડનની વનવેબ કંપની અને રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ- ડીએસટી વચ્ચે સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સાઇટની સ્થાપના માટે એમઓયુ થયા હતા. ભારતમાં આ પ્રકારના બે પ્રાઇવેટ સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સાઇડની સ્થાપના થશે, જે પૈકી એક જોટાણામાં બે ગામોમાં ઊભા થશે. આ નેટવર્કથી સરકાર, વ્યાપાર, શાળાઓને સસ્તી હાઇસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.
ભારત સરકારે દેશના યુવાનો અને ઉદ્યોગ સાહસિકોની સંભાવનાને અનલોક કરવા હાઇ ટેક્નોલોજી સેક્ટર્સમાં પ્રાઇવેટ સેક્ટરની પ્રવૃત્તિ વધારવાનું નક્કી કર્યું છે.


comments powered by Disqus