સુરતઃ ગુજરાતી કોઈપણ સાહસિક કામ કે વેપાર કરવામાં પાછળ પડતા નથી. એ જ રીતે ખર્ચ કરવામાં પણ હંમેશાં અગ્રેસર રહે છે. ધંધા રોજગાર માટે ગુજરાતી વિશ્વના અનેક ખૂણામાં જઈને વસ્યા છે, ત્યારે હવે ચંદ્ર પર પણ પોતાની હાજરી પુરવાર કરવાનું શરૂ કર્યુંું છે. હાલમાં ભારતે ચંદ્રયાન -3 લોન્ચ કર્યું છે, એવા સમયે સુરતના પલસાણા તાલુકાના તુંડીના વતની અને અમેરિકાના નોક્સ્વીલ ટેનેસી ખાતે રહેતા અક્ષય પટેલે પત્ની ભૂમિના જન્મદિવસે ગિફ્ટ આપવા ચંદ્ર પર 5 એકર જમીન ખરીદી છે.
પત્ની માટે ચંદ્ર પર જમીન લેનાર અક્ષયે જણાવ્યું હતું કે, પત્ની ભૂમિના જન્મદિવસે અલગ ભેટ આપવાનું વિચારી ચંદ્ર પર જમીન ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. મોકો મળશે તો 100ટકા પત્નીને લઈ ચંદ્ર પર જઈશ.


