સીમાની 18 કલાક પૂછપરછ, છતાં તપાસ એજન્સી મૂંઝવણમાં

Wednesday 26th July 2023 07:07 EDT
 
 

નોઇડાઃ શું સીમા પ્રેમમાં પડ્યા બાદ પાકિસ્તાનથી નોઇડા આવી હતી કે કેમ ? તે પ્રશ્નનો જવાબ હજુ પણ મળી રહ્યો નથી. દુવિધાઓ સતત વધી રહી છે. સીમા દરેક પ્રશ્નનો નક્કર અને વિશ્વાસ સાથે જવાબ આપી રહી છે. સીમાએ 18 કલાક લાંબી પૂછપરછમાં તમામ પ્રશ્નોનો એ રીતે જવાબ આપ્યો છે જાણે કે કોઈના દ્વારા તેને તાલીમ આપવામાં આવી છે. તપાસ સંસ્થાઓને શંકા છે કે, સીમાનો ભારત આવવાનો ઉદ્દેશ્ય કોઈ બીજો હોઈ શકે છે.
આ પૂછપરછમાં સીમા જે વિશ્વાસ સાથે જવાબ આપતી છે તે જોતાં લાગે છે કે, તે હજુ પણ ઘણું છુપાવી રહી છે. જેથી તપાસ એજન્સીઓ સીમાના સાઇકોલોજિકલ ટેસ્ટ કરાવી શકે છે. આ મુદ્દે વિચારવિમર્શ ચાલુ છે. અધિકારીઓ આઇક્યૂ, એટિટ્યુડ અને સાઇકોલોજિકલ ટેસ્ટ મારફતે સીમાના મગજની ચકાસણી કરી શકે છે.
કહેવાય આવે છે કે, તપાસ એજન્સીઓ ટેસ્ટની મંજૂરી લેવા ટૂંકમાં કોર્ટમાં રજૂઆત કરી શકે છે. પૂછપરછમાં પ્રશ્નોનો જવાબ ટાળવા કેટલીક વખત સીમા એકાએક રડવા લાગી જાય છે. થોડીકવારમાં હસીને જવાબ આપે છે. તપાસ અધિકારીઓને શંકા છે કે કોઈ વ્યક્તિ ચોક્કસ છે, જેણે સીમાને તાલીમ
આપી છે.
બોર્ડર ક્રોસ કરવા એક્સપર્ટની મદદ લીધી
પાકિસ્તાનની સીમા હૈદર કેસમાં તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સીઓને મહત્ત્વની માહિતી પ્રાપ્ત થઈ છે. કોઈ ત્રીજી નિષ્ણાત વ્યક્તિની મદદથી પૂરી તૈયારી સાથે સીમાને ભારતીય બોર્ડરમાં દાખલ કરવામાં આવી હતી. ગુપ્તચર સંસ્થાઓ અનુસાર સીમાએ પૂરી તૈયારી સાથે પોતાનું ડ્રેસઅપ એવી રીતે કર્યું હતું કે તે ગ્રામીણ ભારતીય મહિલા લાગે. સીમાને આ રીતે તૈયાર કરવામાં પ્રોફેશનલ લોકોએ મદદ કરી હતી.


comments powered by Disqus