આતંકીઓએ સેનાના જવાનનું અપહરણ કર્યું

Wednesday 02nd August 2023 08:13 EDT
 
 

કુલગામઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ સૈન્યના એક જવાનનું અપહરણ કર્યું છે. લેહમાં પોસ્ટિંગ ધરાવતા જાવેદ અહમદ વાની નામના 25 વર્ષના આ જવાનનું શનિવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ તેની કારમાંથી અપહરણ થયું હતું. કારમાં લોહીનાં નિશાન જોવા મળ્યાં છે. જાવેદનાં માતા-પિતાએ દીકરાને છોડી મૂકવા આતંકીઓને વિનંતી કરી છે. તે બકરી ઇદની રજામાં ઘરે આવ્યો હતો અને શનિવારે તેની કારમાં ચાવલગામ જતો હતો, ત્યારે તેનું અપહરણ થયું હતું. 


comments powered by Disqus