ખારાપાટમાં અંજીરની મીઠાશઃ જંગલ પદ્વતિની ઝીરો બજેટ ખેતી

Wednesday 02nd August 2023 07:38 EDT
 
 

સુરતઃ વિદેશી કૃષિ વિજ્ઞાનીઓ, રિસર્ચ સ્કોલર્સ અને પત્રકારોના સમૂહે થોડા દિવસ પહેલાં ઓલપાડના સરસ ગામના એક એવા ખેતરની મુલાકાત લીધી, જેની ચર્ચા દેશ-વિદેશમાં છે. ચર્ચાનું કારણ તેની ભૌગોલિક સ્થિતિ, અરબી સમુદ્રના કાંઠે ખારાપાટવાળી જગ્યા પર ફક્ત ઝિંગા તળાવ, બાવળ અને જંગલી ઘાસ હોય છે. હવે એ જગ્યા પર અંજીર, ડ્રેગન ફ્રૂટ, સફરજન, દ્રાક્ષ, કેળાં અને પપૈયાનો પાક જોવા મળી રહ્યો છે. આ જગ્યા રાજદીપ પટેલ નામના બિઝનેસમેને શોખથી ખેતી માટે લીધી હતી. રાજદીપ કહે છે કે, 2020માં લોકડાઉનમાં સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિ વિશે સાંભળ્યું, ખારપાટમાં એનું મોડલ નહોતું, છતાં પ્રયત્ન કરતાં સફળતા મળી.
આ મોડલમાં એક છોડ બીજા છોડ માટે જીવન પોષકતત્ત્વ મેળવવાનું કામ કરે છે, જેથી આ ખેતર લીલુંછમ દેખાય છે. રાજદીપ જણાવે છે કે જે રીતે જંગલમાં નિંદણ કરાતું નથી, ડાળખી-પાંદડાં જેમ તેમ પડ્યાં રહે છે. શેરડી, કેળાં અને મોટા છોડ તેમના માટે ભેજ અને વાતાવરણ જાળવી રાખે છે.


comments powered by Disqus