દ્વારકા જગતમંદિર શિખર પરનો ધ્વજદંડ ક્ષતિગ્રસ્તઃ વૈકલ્પિક જગ્યાએ ધ્વજારોહણ

Wednesday 02nd August 2023 05:55 EDT
 
 

દ્વારકાઃ જગતમંદિર શિખર પર ધ્વજદંડ તૂટી પડતાં હવે મરામતકાર્ય ન થાય ત્યાં સુધી વૈકલ્પિક જગ્યાએ ધ્વજારોહણ શરૂ કરાયું છે. અહીં રોજ 6 ધ્વજાજીનું આરોહણ કરાય છે. કોઈપણ ઋતુ હોય ત્યારે ધ્વજારોહણ કરનારા ભક્તોની શ્રદ્ધાને માન આપતાં અબોટી બ્રાહ્મણ ત્રિવેદી પરિવારના યુવાનો મંદિરના શિખર પર ધ્વજારોહણ કરે છે. બે વર્ષ પહેલાં મંદિર પર વીજળી પડતાં જગતમંદિરના શિખર પર ધ્વજદંડ ક્ષતિગ્રસ્ત થયા બાદ મરામત કરાઈ હતી, ત્યારે હાલમાં પુનઃ ધ્વજદંડનો ભાગ તૂટી પડ્યો હતો.


comments powered by Disqus