ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં રાજ્યમાં એક રાજકીય રેલીમાં આત્મઘાતી હુમલાથી અત્યાર સુધીમાં 54 લોકોનાં મૃત્યુ થયાં છે. પાકિસ્તાન પોલીસે કહ્યું છે કે, તપાસમાં જાણવા મળ્યું છે કે આત્મઘાતી હુમલા પાછળ ખૂંખાર આતંકવાદી સંગઠન આઇએસઆઇએસનો હાથ છે. રવિવારે સત્તાધારી ગઠબંધનની સહયોગી પાર્ટી જમિયત ઉલેમા ઇસ્લામ-ફઝલની એક રેલી ખાર શહેરમાં આયોજિત કરાઈ હતી. આ રેલીમાં આત્મઘાતી હુમલો થયો હતો.
પાકિસ્તાન પોલીસે જણાવ્યું કે, અમે હજુ તપાસ કરી રહ્યા છીએ અને બાજાર વિસ્ફોટની ઘટનાની પાકિસ્તાન પોલીસ માહિતી એકઠી કરી રહી છે. પ્રાથમિક તપાસમાં પ્રતિબંધિત સંગઠન દાએશની સંડાવણી હોવાનું જાણવા મળ્યું છે.


