પારંપરિક સાડીઓના વેપારીઓ ટ્રેન્ડ પારખી ‘રેડી ટુ વેર’ સાડી તરફ વળ્યા

Wednesday 02nd August 2023 07:31 EDT
 
 

સુરતઃ કાપડ ઉદ્યોગકારો વેપાર ઉદ્યોગમાં ટકી રહેવા માટે સતત નવા ટ્રેન્ડનો સ્વીકાર કરે છે અને તેના અનુસાર કાપડ બનાવે છે. હાલ પારંપરિક સાડીઓમાં પહેલા જેવો વેપાર ન રહેતાં કેટલાક વેપારીઓ તેમાં સંશોધન કરી રેડી ટુ વેર સાડીના મેન્યુફેક્ચરિંગ અને વેપાર તરફ વળી ગયા છે. સાડી પહેરવાની ઝંઝટથી બચવા અને બે મિનિટમાં જ સરળતાથી પહેરી શકાય તે માટે યુવતીઓમાં રેડી ટુ વેર સાડીઓની ડિમાન્ડ હોવાથી સુરતના કેટલાક વેપારીઓ તેની તરફ વળી રહ્યા છે.
આજ સુધી પારંપરિક અને ડિઝાઇનર સાડીઓનું ઉત્પાદન કરનારા વેપારીઓ મોટી સંખ્યામાં તેની તરફ વળી રહ્યા છે. હાલમાં લેંગિઝ, જીન્સ, કુર્તી અને ગાર્મેન્ટની અન્ય વેરાયટીની ડિમાન્ડ વધતાં સાડીના વેપાર પર અસર પડી રહી છે. મોટાભાગની યુવતીને સાડી પહેરવામાં સમસ્યા થાય છે, જે સમસ્યાને સમજીને વેપારીઓ રેડી ટુ વેર સાડી બનાવે છે.
કાપડના વેપારીએ જણાવ્યું કે, તહેવાર આવી રહ્યા છે, ત્યારે રેડી ટુ વેર સાડીની માગ વધુ છે. આ સાડી સરળતાથી પહેરી શકાય તેમ હોવાથી પણ યુવતીઓ પસંદ કરે છે.


comments powered by Disqus