લખતર સ્ટેટની મિલકતમાં હિસ્સા માટે રૂ. 1 હજાર કરોડનો દાવો

Wednesday 02nd August 2023 05:53 EDT
 
 

સુરેન્દ્રનગરઃ લખતર ઠાકોર સાહેબની વડીલો દ્વારા વારસામાં મળેલી સ્થાવર અને જંગમ મિલકતમાં હિસ્સો આપવાની માગ સાથે સુરેન્દ્રનગર કોર્ટમાં રૂ. એક હજાર કરોડનો દાવો કરવામાં આવ્યો છે.
રાજવી બદવીરસિંહ ઝાલાના સીધી લીટીના વારસદારો દ્વારા અનેક વખત લખતરના હાલના સ્ટેટ બલભદ્રસિંહ ઇન્દ્રસિંહ ઝાલા પાસે લખતર ઠાકોર સાહેબની વડીલો પાસેથી મળેલી મિલકત, સોના-ચાંદીનાં ઝવેરાત, રાજમહેલો, હવેલીઓ, ખેતરો, જમીન, વાડીઓ વગેરેમાં ભાગ આપવામાં આવી તેવી માગણી કરાઈ છે, છતાં લખતરના હાલના સ્ટેટ બલભદ્રસિંહ ઝાલા દ્વારા લખતર રાજવી પરિવારની જે મિલકત છે. તેમાંથી કોઈને પણ કોઇપણ પ્રકારનો ભાગ નહીં મળે તેવું જણાવવામાં આવ્યું હોવાનું ચર્ચાય છે.
 સુરેન્દ્રનગર કોર્ટમાં કરાયેલા દાવામાં રાજવીના સીધી લીટીના વારસદારો અને કૌટુંબિક ભાઈઓ દ્વારા આક્ષેપ કરાયો છે. જે-તે સમયે લખતર સ્ટેટ પાસે થાનમાં પણ રાજમહેલ હતો, પરંતુ ત્યાં પણ આ રાજમહેલ તોડી પાડી મિલકત વેચી દઈ પ્લોટિંગ કરી નખાયું છે. ઉપરાંત રાજવી પરિવારનું જે સ્મશાન હતું તેનું ખોટી રીતે એન.એ. કરીને વેચી નાખવામાં આવ્યું છે. જે સાત સ્વરૂપની હવેલી અત્યંત પૌરાણિક ગણવામાં આવતી હતી, તેના જેવી અનેક મિલકતો અને પેલેસનો અમુક ભાગ હાલમાં કૌટુંબિક ભાઈઓને કહ્યા વિના વેચી દેવાયો છે.


comments powered by Disqus