વડોદરાઃ વાહન પાર્કિંગની જૂની અદાવતમાં વડોદરાના ભાજપના સક્રિય કાર્યકર સચિન ઠક્કર પર 2 દિવસ પહેલાં રાત્રે અસામાજિક તત્ત્વોએ હુમલો કર્યો હતો, જેમાં તેનું સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. સચિન ઠક્કર હત્યાકાંડમાં એક નવો વળાંક આવ્યો છે. શુક્રવારે થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સચિન અને પ્રિતેશને 2 લોકો મારતા દેખાય છે, જેમાં પાર્થ નથી. આ વીડિયો વાઇરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે પાર્થ વીડિયોમાં માત્ર અંતમાં દેખાય છે. પોલીસ આ વીડિયોની તપાસ કરી કરી છે.


