વૈશ્વિકીકરણના યુગમાં બહુસાંસ્કૃતિકવાદ પોષતી સંસ્થાઓના સર્જનની જરૂર: લોર્ડ પારેખ

Wednesday 02nd August 2023 08:01 EDT
 
 

અમદાવાદઃ મૂળ ભારતીય પણ વૈશ્વિક સ્તરે પ્રથમ પંક્તિના પોલિટિકલ સાયન્ટિસ્ટ, થિન્કર અને ફિલોસોફર લોર્ડ ભીખુ પારેખે શનિવારે જસ્ટિસ પી.ડી. દેસાઈ મેમોરિયલ લેક્ચર શૃંખલા અંતર્ગત વિચારપ્રેરક વક્તવ્ય આપતાં વૈશ્વિકીકરણના યુગમાં ‘બહુસાંસ્કૃતિકવાદ'ને પોષતી વધુને વધુ સંસ્થાઓના સર્જનની તાતી જરૂર હોવાની વાત પર ભાર આપ્યો હતો. તેમનું કહેવું હતું કે, ‘વૈશ્વિકીકરણના યુગમાં ‘બહુસાંસ્કૃતિકવાદ'ને પોષતી સંસ્થાઓનું નિર્માણ થશે, ત્યારે જ અન્ય સંસ્કૃતિઓ સાથે નિખાલસતા અને સંવાદિતા ધરાવતા બહુમત સમાજનું નિર્માણ થશે.’
એમ.એસ. યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા લોર્ડ ભીખુ પારેખે પોતાના વક્તવ્યમાં પ્રવર્તમાન સંદર્ભમાં બહુસાંસ્કૃતિકવાદની ઉપર વૈશ્વિકીકરણના સકારાત્મક અને નકારાત્મક પ્રભાવો અને અસરો અંગે ચર્ચા કરી હતી.


comments powered by Disqus