લાલુની રૂ. 6 કરોડની સંપત્તિ ઇડી દ્વારા જપ્ત

Wednesday 02nd August 2023 08:20 EDT
 
 

જમીનના બદલે નોકરીના કૌભાંડમાં લાલુપ્રસાદ યાદવ અને તેમના પરિવારજનોની મુશ્કેલી વધી ગઈ છે. આ મામલે ઈડીએ લાલુપ્રસાદના પરિવારની કુલ રૂ. 6 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ મામલે સીબીઆઈએ લાલુ, રાબડી દેવી અને તેજસ્વી સામે ચાર્જશીટ પણ દાખલ કરી છે.

• મેટ્રિમોનિયલ સાઇટ પર બ્લેકમેઇલઃ મેટ્રિમોનિયલ સાઇટ પર મૈત્રી કેળવીને મહિલાએ બ્રિટનમાં સ્થાયી એક કર્મચારી પાસેથી રૂ. 1.1 કરોડની ખંડણી વસૂલ્યા. મહિલાએ યુવકને એક વીડિયોકોલ કર્યો હતો અને તે વીડિયો કોલમાં તે નગ્ન થઈ ગઈ હતી. બાદમાં બ્લેકમેઇલ કરી રૂ. 1.1 કરોડ વસૂલ્યા હતા.

• મણિપુરમાં સેનાનાં દસ વાહન રોક્યાંઃ મણિપુરના અલગ વહીવટી તંત્રની માગને લઈને કુકી મહિલાઓ દ્વારા નેશનલ હાઇવે 102 પર જામ કરાયો હતો. અહીં વિવિધ કુકી સંગઠનોની હજારો મહિલાઓએ ટેંગ્નોઉપાલમાં સેનાનાં દસ વાહનો પણ મોરેહ જતાં રોકી દીધાં હતાં.

• ઇસરોએ સિંગાપોરના 7 ઉપગ્રહ સ્પેસમાં છોડ્યાઃ ઇસરો દ્વારા ચંદ્રયાન- 3ને સફળતાપૂર્વક ચંદ્રની ધરતી પર મોકલવાનું અભિયાન હાથ ધર્યા પછી વધુ એક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. રવિવારે સવારે 6.30 કલાકે શ્રીહરિકોટા અંતરીક્ષ કેન્દ્રથી સિંગાપોરના 7 ઉપગ્રહને અવકાશમાં તરતા મૂકવામાં આવ્યા હતા. PSLV-C56 રોકેટ દ્વારા તેને અવકાશમાં છોડવામાં આવ્યા હતા.


comments powered by Disqus