લંડનઃ સાઉથ લંડનની 10 વર્ષની અદિતી ત્રિપાઠીએ તેના માતાપિતા સાથે વિશ્વના 50 દેશોની મુલાકાત લીધી છે અને તે પણ શાળામાં એકપણ રજા પાડ્યા વિના.... તેના પિતા દીપક અને માતા અવિલાષા મોટાભાગના યુરોપિયન દેશ સહિત નેપાળ, સિંગાપોર અને થાઇલેન્ડની પણ મુલાકાત લઇ ચૂક્યાં છે. અદિતીના માતાપિતાએ પહેલેથી નક્કી કરી લીધું હતું કે તેમની દીકરીને પ્રવાસ કરનારી વ્યક્તિ બનાવશે. તેઓ ઇચ્છતા હતા કે તેમની દીકરી વિશ્વને જુએ, અલગ અલગ સંસ્કૃતિઓની ઓળખ પ્રાપ્ત કરે, અલગ અલગ દેશના ભોજન અને લોકો અંગે જાણે. અને તે પણ તેના અભ્યાસનો ભોગ આપ્યા વિના. તેથી તેમણે શાળાના દરેક વેકેશન અને બેન્ક હોલીડે દરમિયાન દીકરી માટે પ્રવાસના આયોજનો કર્યાં હતાં. અદિતીના માતાપિતા દર વર્ષે પ્રવાસ પાછળ 20,000 પાઉન્ડનો ખર્ચ કરે છે.


