લંડનઃ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત પ્રાઇવેટ શાળાઓ પૈકીની એક યુકેની હેરો સ્કૂલ પહેલીવાર ભારતના બેંગાલુરૂ ખાતે પોતાની શાખાની શરૂઆત કરી રહી છે. 451 વર્ષ જૂની આ શાળાની શાખાના વર્ગો 16 ઓગસ્ટ 2023થી શરૂ કરાશે. આ શાળામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના વાલીઓનું એક સંમેલન તાજેતરમાં ફોર સીઝન હોટલ ખાતે યોજવામાં આવ્યું હતું જ્યાં હેરો સ્કૂલના ગવર્નર-ડિરેક્ટર એડમ હાર્ટ અને બેંગાલુરૂ સ્થિત શાળાના હેડ માસ્ટર એન્ડ્રુ લીઅલેએ વાલીઓને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે એડમ હાર્ટે જણાવ્યું હતું કે, 451 વર્ષ જૂની આ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનારા દરેક વિદ્યાર્થીને હું શુભેચ્છા પાઠવું છે. એક પૂર્વ વિદ્યાર્થી તરીકે હું હેરો સ્કૂલના શિક્ષણ અને મૂલ્યોના મારા જીવન પરના પ્રભાવને વર્ણવી શકું છું જે આજે પણ મને માર્ગદર્શન આપી રહ્યાં છે. સદીઓની પરંપરાઓ અને કુશળતા માટેની પ્રતિબદ્ધતા હેરો સ્કૂલને અદ્વિતિય બનાવે છે. અહીં દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન અપાય છે.
હેરો સ્કૂલની સ્થાપના ક્વીન એલિઝાબેથ પ્રથમ દ્વારા મંજૂર કરાયેલા રોયલ ચાર્ટર અંતર્ગત વર્ષ 1572માં કરાઇ હતી.


