બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાકના પત્ની અક્ષતા મૂર્તિને વર્ષ 2023ના બ્રિટનના બેસ્ટ ડ્રેસ્ડ પીપલમાં ટોચનું સ્થાન હાંસલ કરતાં સંખ્યાબંધ સેલિબ્રિટીને પાછળ મૂકી દીધાં છે. ટેટલર મેગેઝિન દ્વારા તૈયાર કરાયેલી યાદીમાં 43 વર્ષીય બિઝનેસવુમન અક્ષતાને સ્થાન અપાયું છે. ટેટલરના સ્ટાઇલ એડિટરે જણાવ્યું હતું કે, ટેટલરની બેસ્ટ ડ્રેસ્ડ યાદીમાં પ્રથમ સ્થાન ડાઉનિંગ સ્ટ્રીટના અક્ષતા મૂર્તિનું છે. અક્ષતા સુનાક આધુનિક જમાનાના રાજદ્વારી સમાજમાં ઝળહળતું ઉદાહરણ છે અને તેઓ જ્યાં જાય છે ત્યાં છવાઇ જાય છે.
પ્રવાસમાં હું મારું ભોજન સાથે જ લઇને નીકળું છુઃ સુધા મૂર્તિ
લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકના સાસુમાએ જણાવ્યું છે કે હું મુસાફરી કરું છું ત્યારે મારી બેગ ભારતીય ભોજનથી ભરપૂર હોય છે અને હું જાતે તે વાનગીઓ તૈયાર કરું છું. ભારતના સોફ્ટવેર અપબોજપતિ એનઆર નારાયણમૂર્તિના પત્ની એવા સુધા મૂર્તિ સંપુર્ણપણે શાકાહારી છે અને તેઓ લસણ અને ઇંડા પણ ખાતા નથી. તેઓ રેસ્ટોરન્ટમાં જાય ત્યારે તેમને એક જ ચિંતા સતાવતી હોય છે કે શાકાહારી ભોજન તૈયાર કરવા માટેની કડછીઓનો ઉપયોગ માંસાહારી ભોજન તૈયાર કરવામાં તો નહીં કરાયો હોય ને...
યુટ્યુબ ફૂડ સીરિઝમાં મુલાકાત દરમિયાન સુધા મૂર્તિએ જણાવ્યું હતું કે, તેઓ પ્રવાસમાં હંમેશા નાના કૂકર સાથેની કૂકિંગ બેગ સાથે રાખે છે જેથી જરૂર પડે તેઓ પોતાના માટે ભોજન તૈયાર કરી શકે. તેઓ રહે છે કે આજથી 60 વર્ષ પહેલાં મારા દાદી પ્રવાસમાં પોતાનું ભોજન સાથે લઇને જતાં ત્યારે હું તેમની મજાક ઉડાવતી હતી. હું તેમને કહેતી કે તમે શા માટે બહારનું ભોજન લઇ શક્તાં નથી. પરંતુ આજે હું મારા દાદીની જેમ જ વર્તું છું. ભલે હું ગમે તે દેશની મુલાકાતે જાઉં પરંતુ હું મારું ભોજન સાથે લઇને જાઉં છું.
સુધા મૂર્તિ એકલા આવા ભારતીય નથી. એવા ઘણા અમીર ભારતીયો છે જે પ્રવાસમાં પોતાની સાથે ઘેર બનાવેલું ભોજન લઇ જાય છે જેથી વિદેશમાં પણ ઘરના ભોજનનો સ્વાદ મળે.
ચાર વર્ષમાં પહેલીવાર રિશી સુનાક ફેમિલી વેકેશન પર...
લંડનઃ વડાપ્રધાન રિશી સુનાક છેલ્લા 4 વર્ષમાં પહેલીવાર ફેમિલી સાથે વેકેશન ગાળવા જઇ રહ્યાં છે. ગુરુવારે વેકેશન પર જઇ રહેલા સુનાકે દેશની જવાબદારી તેમના ડેપ્યુટી ઓલિવર ડાઉડેનને સોંપી છે. જોકે વડાપ્રધાન અને પરિવાર ક્યાં જઇ રહ્યો છે તેની માહિતી ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા જાહેર કરાઇ નથી પરંતુ વડાપ્રધાન સતત તેમની પ્રાઇવેટ ઓફિસ સાથે સંપર્કમાં રહેશે.


