અઝીમ રફીક રેસિઝમ કાંડમાં યોર્કશાયરને 4,00,000 પાઉન્ડનો દંડ

Tuesday 01st August 2023 12:33 EDT
 
 

લંડનઃ પૂર્વ ક્રિકેટર અઝીમ રફીક સાથે સંકળાયેલા રેસિઝમ સ્કેન્ડલ માટે યોર્કશાયરને 4,00,000 પાઉન્ડનો દંડ કરવાની સાથે તેના પોઇન્ટ પણ કાપી લેવામાં આવ્યાં છે. ક્રિકેટ ડિસિપ્લિન કમિશન પેનલે જણાવ્યું હતું કે, યોર્કશાયરને કરાયેલા દંડ પૈકી 3,00,000 પાઉન્ડના દંડ પર બે વર્ષનું સસ્પેન્શન લાગુ કરાયું છે. તે ઉપરાંત ક્લબના કાઉન્ટી ટોટલમાંથી 48 પોઇન્ટ કાપી લેવાની પણ સજા કરાઇ છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડની તપાસ બાદ ક્લબે ચાર આરોપો કબૂલી લીધાં હતાં અને તેના પર લગાવાયેલા પ્રતિબંધો સ્વીકાર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter