એસ પી જૈન સ્કૂલ ઓફ ગ્લોબલ મેનેજમેન્ટનું લંડનમાં આગમન

સૌપ્રથમ ભારતીય મૂળની મેનેજમેન્ટ સ્કૂલ દ્વારા યુકેમાં ઇન્ટરનેશનલ કેમ્પસની સ્થાપના

Tuesday 01st August 2023 12:20 EDT
 
 

લંડનઃ પ્રથમ વર્ષના ગ્લોબલ એમબીએ પ્રોગ્રિમાં વિશ્વની ટોચની સંસ્થાઓમાં 12મું સ્થાન ધરાવતી એસ.પી.જૈન સ્કૂલ ઓફ ગ્લોબલ મેનેજમેન્ટ લંડનમાં ઇન્ટરનેશનલ કેમ્પસનો પ્રારંભ કરનારી સૌપ્રથમ ભારતીય મેનેજમેન્ટ સ્કૂલ બની છે. આ સ્કૂલ સ્થાનિક વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપશે. તેઓ એક અથવા બે સેમેસ્ટર માટે દુબઇ, મુંબઇ, સિંગાપોર અથવા સિડની ખાતેની શાખાઓમાં પણ અભ્યાસ કરી શકશે.

એસ પી જૈન લંડન ઓક્ટોબર 2023થી અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોનો પ્રારંભ કરશે જેને ઓફિસ ફોર સ્ટુડન્ટ્સ, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, યુકેની માન્યતા રહેશે. વિદ્યાર્થીઓને યુકેની ડિગ્રી એનાયત કરાશે. તે ઉપરાંત સંસ્થાને ન્યૂ ડિગ્રી એવોર્ડિંગ પાવર્સ અપાયાં છે જેથી સંસ્થા જાતે પોતાની ડિગ્રી પણ આપી શકશે. યુકેમાં આ પ્રકારે પોતાની ડિગ્રી આપનારી પ્રથમ સંસ્થા બની રહેશે. સંસ્થાના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરે જણાવ્યું હતું કે, ફક્ત પાંચ સંસ્થાને આ પ્રકારનો અધિકાર છે જેમાંથી અમારી સંસ્થા ભારતીય મૂળની પ્રથમ સંસ્થા છે. લંડન ખાતેનું કેમ્પસ લંડનના કેન્દ્ર સમાન ગેનેરી વ્હાર્ફમાં આવેલું છે.

એસ પી જૈન ગ્લોબલ ગ્રુપના સ્થાપક અને પ્રમુખ નિતિશ જૈને ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે, લોકો મને સવાલ કરે છે કે લંડન શા માટે.. કારણ કે વિદ્યાર્થીઓ લંડનમાં અભ્યાસ કરવા માગે છે. યુકેમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઇ છે. લંડન સ્થિત અમારું કેમ્પસ એવી રીતે તૈયાર કરાયું છે જ્યાં વિદ્યાર્થી, પ્રોફેસર, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ઉદ્યોગ સાહસિકો વિચારશીલ નેતૃત્વ પર એકસાથે મળીને કામ કરી શકે, અહીં પાર્ટ ટામ જોબ, ઇન્ટર્નશિપની પણ વ્યવસ્થા રહેશે.

ઇન્ટરનેશનલ એજ્યુકેશના વડા સારાહ ચિડગેએ જણાવ્યું હતું કે, એસ પીજૈનને લંડનમાં આવકારતા અમે ખુશી અનુભવીએ છીએ. અમને વિશ્વાસ છે કે વિદ્યાર્થીઓને અહીં ઉત્કૃષ્ટ શૈક્ષણિક અનુભવ પ્રાપ્ત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter