ગેરકાયદેસર ઇમિગ્રેશન અટકાવવું યુરોપની ટોચની પ્રાથમિકતા હોવી જોઇએઃ રિશી સુનાક

જ્યોર્જિયા સાથે સમજૂતિ અમલી, ભારત સહિતના દેશો સાથે સમજૂતિના પ્રયાસઃ વડાપ્રધાન

Tuesday 06th June 2023 14:00 EDT
 

લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે યુરોપના નેતાઓને જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ઇમિગ્રેશન અટકાવવું એ યુરોપની ટોચની પ્રાથમિકતા હોવી જોઇએ. તેમણે ચેતવણી આપી હતી કે સુનિયોજિત ઇમિગ્રેશન અપરાધોથી યુરોપની સરહદો પર સૌથી મોટું જોખમ સર્જાયું છે. 2022માં યુરોપિયન સંઘમાં ગેરકાયદેસર માઇગ્રેશનમાં 64 ટકાનો વધારો નોંધાયો છે.

રિશી સુનાકે એશિયા અને મધ્યપૂર્વ એશિયામાંથી ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની દાણચોરી કરતી ક્રિમિનલ ગેંગોને ઉખેડી ફેંકવા માટે બલ્ગેરિયા સાથે નવો કરાર કરાશે. મોલ્ડોવા સાથે પણ આ પ્રકારની સમજૂતિ પર કામ ચાલી રહ્યું છે. જ્યોર્જિયા સાથેની સમજૂતિ અમલમાં આવી ચૂકી છે. હવે અમે આલ્બેનિયા, સર્બિયા, ભારત, પાકિસ્તાન અને નાઇજિરિયા સાથે આ પ્રકારની સમજૂતિ કરવાના પ્રયાસમાં છીએ. અમે યુરોપના દેશોના સહકાર વિના આ સમસ્યાનો ઉકેલ લાવી શકીએ તેમ નથી. આપણી સરહદોની સુરક્ષા આપણો ટોચનો એજન્ડા હોવો જોઇએ.

બ્રિટને જ્યોર્જિયા સાથે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ મુદ્દે સમજૂતિ કરી છે જે અંતર્ગત જ્યોર્જિયામાં થઇને આવતા તમામ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને જ્યોર્જિયા પરત મોકલી અપાશે. સરકારને આશા છે કે આ સમજૂતિ માઇગ્રન્ટ્સને પાછા મોકલવાની સમજૂતિઓ માટે નવું મોડેલ સાબિત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter