જુલાઇથી એનર્જી બિલમાં મોટી રાહત, પ્રાઇઝ કેપ 2044 પાઉન્ડ આવે તેવી સંભાવના

ઓક્ટોબર સુધીમાં એનર્જી પ્રાઇઝ કેપ ઘટીને 1933 પાઉન્ડ પર આવી જશે

Tuesday 23rd May 2023 13:45 EDT
 
 

લંડનઃ કાળઝાળ મોંઘવારીમાં પીસાઇ રહેલા બ્રિટનવાસીઓ માટે કેટલાક રાહતના સમાચાર આવી રહ્યાં છે. વીજળી અને જથ્થાબંધ ગેસની કિંમતમાં મોટો કડાકો બોલી જતાં જુલાઇ સુધીમાં એનર્જી પ્રાઇઝ કેપ 1200 પાઉન્ડ કરતાં વધુ ઘટે તેવી સંભાવના છે. એનર્જી પ્રાઇઝ કેપમાં ઘટાડો સરકાર માટે પણ મોટી રાહત સમાન પૂરવાર થશે.

ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ઇન્વેસ્ટેકના અંદાજ પ્રમાણે જુલાઇમાં એનર્જી પ્રાઇઝ કેપ 2044 પાઉન્ડ પર આવી જશે અને ઓક્ટોબર સુધીમાં તે ઘટીને 1933 પાઉન્ડ પર પહોંચશે. કન્સલ્ટન્સી કોર્નવોલ ઇનસાઇટના અંદાજ પ્રમાણે જુલાઇમાં એનર્જી પ્રાઇઝ કેપ ઘટીને 2054 પાઉન્ડ અને ઓક્ટોબરમાં 1976 પાઉન્ડ પર આવી જશે. હાલમાં એનર્જી પ્રાઇઝ કેપ 3280 પાઉન્ડ છે. એનર્જી પ્રાઇઝ કેપમાં ઘટાડાના કારણે એનર્જી બિલ 3000 પાઉન્ડથી નીચે આવી જશે.

ગુરુવારે એનર્જી રેગ્યુલેટર ઓફજેમ દ્વારા વાસ્તવિક એનર્જી પ્રાઇઝ કેપની જાહેરાત કરાશે. જો હવે જથ્થાબંધ કિંમતોમાં મોટા સુધારા થાય તો પણ જુલાઇની કેપ પર અસર થવાની સંભાવના ઘણી ઓછી છે.

યુક્રેન પર આક્રમણ બાદ રશિયાએ યુરોપને અપાતો ગેસ પૂરવઠો બંધ કરી દેતાં સરકારે તમામ પ્રકારના એનર્જી બિલમાં જનતાને રાહત આપવાનું શરૂ કર્યું હતું. જોકે હજુ એનર્જી પ્રાઇઝ કેપ 60 ટકા ઊંચી છે. પ્રિ-એનર્જી ક્રાઇસિસ પહેલાં એનર્જી પ્રાઇઝ કેપ 1300 પાઉન્ડથી નીચે હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter