પાણીના બિલ વધારવા વોટર કંપનીઓનો નવો કારસો

ગટરના પાણીની સમસ્યા માટે 10 બિલિયન પાઉન્ડ ફાળવશે પરંતુ વસૂલશે ગ્રાહકો પાસેથી..

Tuesday 23rd May 2023 13:46 EDT
 
 

લંડનઃ વોટર કંપનીઓએ ગટરના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે 10 બિલિયન પાઉન્ડનો ખર્ચ કરવા તૈયાર થઇ છે પરંતુ તેના કારણે પરિવારોના પાણીના બિલમાં વધારો થઇ શકે છે. નદીઓ અને સમુદ્રમાં છોડાતા ગટરના પાણી મુદ્દે જનતામાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે ત્યારે તેના માટે પ્રાઇવેટ વોટર કંપનીઓએ માફી માગી છે. કેટલાક એક્ટિવિસ્ટે વોટર કંપનીઓના આ પ્રસ્તાવને સાવચેતીભર્યો આવકાર આપ્યો છે જ્યારે અન્યોનો આરોપ છે કે ગટરના પાણીની સમસ્યાના ઉકેલ માટેનો ખર્ચ વોટર કંપનીઓ ગ્રાહકોના માથએ નાખી રહી છે.

સંગીતકાર અને પર્યાવરણ એક્ટિવિસ્ટ ફિયરગેલ શાર્કીએ વોટર કંપનીઓની માફીને અધકચરી ગણાવી આરોપ મૂક્યો છે કે તેઓ ગ્રાહકો પાસેથી વધુ નાણા એંઠવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીઓએ માગેલી માફી ખરેખર તો માફી છે જ નહીં. આપણે તેના માટે કંપનીઓને નાણા ચૂકવ્યા જ છે પરંતુ તે સેવાઓ પ્રાપ્ત થઇ નથી. હવે તેઓ ફરીવાર આપણી પાસેથી નાણા પડાવવા માગે છે. જે કામ કર્યું નથી તે માટે હવે તેઓ 10 બિલિયન પાઉન્ડના ખર્ચ બતાવી રહ્યાં છે. વોટર કંપનીઓના આ પ્રસ્તાવમાં વધાવવા જેવું કશું નથી.

એક્ટિવિસ્ટો ઘણા લાંબાસમયથી કહેતા આવ્યા છે કે ગટરનું પાણી ગમે ત્યાં છોડી દેવામાં આવે છે. નદીઓ અને દરિયામાં સરેરાશ 825 ગણું ગટરનું પાણી વહાવી દેવાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter