બ્રિટનમાં વૃદ્ધો સાથે છેતરપિંડી બદલ ગુજરાતી યુવકને આઠ વર્ષની જેલ

9 પીડિત સાથે 2.60 લાખ પાઉન્ડની છેતરપિંડી માટે કિશન ભટ્ટને દોષી ઠેરવાયો હતો

Tuesday 01st August 2023 12:34 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં પોલીસ અધિકારી અથવા બેંક કર્મચારી બનીને વરિષ્ઠ નાગરિકો અને અન્યની સાથે છેતરપિંડી કરનાર ગુજરાતી મૂળના ૨૮ વર્ષીય કિશન ભટ્ટને લંડનની કોર્ટે છેતરપિંડીના 9 કેસોમાં કુલ આઠ વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે કિશન ભટ્ટને ગયા વર્ષે નવેમ્બરમાં દોષિત ઠેરવ્યો હતો અને મંગળવારે તેને સજા સંભળાવવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયાલિસ્ટ ઇકોનોમિક ક્રાઇમ ટીમને પોતાની તપાસમાં જાણવા મળ્યું હતું કે ભટ્ટે ૯ પીડિતો સાથે 2.60 લાખ પાઉન્ડની છેતરપિંડી કરી હતી. ભટ્ટના સહયોગી 35 વર્ષીય આર્ટિયમ કિસેલિયોવને છેતરપિંડીના એક કેસમાં ગયા વર્ષે એપ્રિલમાં સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter