બ્લૂમ રિવ્યૂનો બ્રિટિશ શીખ લો એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ

શીખોના કટ્ટરવાદી અને આતંકવાદી હોવાના કોઇ પુરાવા નથીઃ સતવિન્દર જસ્સે

Tuesday 25th July 2023 12:06 EDT
 
 

લંડનઃ યુકે સરકાર દ્વારા રચાયેલ સ્વતંત્ર બ્લૂમ રિવ્યૂમાં ધર્મ આધારિત કટ્ટરવાદના તારણને બ્રિટનના શીખ વકીલોના જૂથ દ્વારા સંસ્થાનવાદી ગણાવીને આકરી ટીકા કરાઇ છે. બ્લૂમ રિવ્યૂમાં શીખો પર આધારિત 13 પાના સમાવવામાં આવ્યાં છે. લો એસોસિએશનમાં સામેલ શીખો દ્વારા બ્લૂમ રિવ્યૂની સમીક્ષા માટે એક સમિતિની રચના કરાઇ હતી. જેથી શીખ સમુદાયના વાંધા રજૂ કરી શકાય. સમિતિના તારણો હાઉસ ઓફ લોર્ડ્સના કમિટી રૂમમાં રજૂ કરાયાં હતાં. સમિતિએ જણાવ્યું હતું કે, યુકેના શીખ સમુદાયમાં કટ્ટરવાદી વલણ અને આતંકવાદના કોઇ પુરાવા નથી.

26 એપ્રિલના રોજ પ્રસિદ્ધ કરાયેલા રિપોર્ટમાં કોલિન બ્લૂમે શીખ કટ્ટરવાદ અને હિન્દુ રાષ્ટ્રવાદનો ઉલ્લેખ કર્યો હતો. સમિતિના તારણો રજૂ કરતા શીખ જજ પ્રોફેસર સતવિન્દરસિંહ જસ્સે અસ્તિત્વ નહીં ધરાવતા શીખ રાષ્ટ્રવાદ અને હિન્દુ રાષ્ટ્રવાદ પર સવાલો ઉઠાવ્યા હતા. કેટલાક શીખોને ઉગ્રવાદી ગણાવવા માટે તેમણે બ્લૂમની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુકેમાં શીખોની પ્રવૃત્તિ માટે બ્લૂમ દ્વારા કોઇ પુરાવા રજૂ કરાયા નથી. શીખ સમુદાય દ્વારા યુકેની સરકાર કે રાજકીય વ્યવસ્થાને ક્યારેય નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. સરકારે ધર્મના મામલામાં દખલ કરવી જોઇએ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter