ભારત અને બ્રિટનની સંયુક્ત લશ્કરી કવાયત અજેય વોરિયરનું સમાપન

Tuesday 23rd May 2023 13:55 EDT
 
 

લંડનઃ ઇંગ્લેન્ડના સેલિસબરી ખાતે ભારતીય અને બ્રિટિશ સેના વચ્ચે 15 દિવસની સંયુક્ત લશ્કરી કવાયત અજેય વોરિયરનું સફળતાપુર્વક સમાપન થયું. બંને દેશની સેનાઓએ સંયુક્ત કવાયત દરમિયાન સંયુક્ત કાર્યવાહીના નવા શિખરો સર કર્યાં હતાં. બંને સેનાના સભ્યોએ એકબીજા સાથે આતંકવાદ વિરોધી તેમના ઓપરેશનનોના અનુભવોની પણ આપ-લે કરી હતી. 27મી એપ્રિલે શરૂ થયેલી આ કવાયતનું સમાપન 11મી મેના રોજ થયું હતું. જેમાં બ્રિટિશ સેનાની 2 રોયલ ગોરખા રાયફલ્સ અને ભારતીય સેનાની બિહાર રેજિમેન્ટના જવાનો સામેલ થયાં હતાં. કવાયતના સમાપન પ્રસંગે યુકે ખાતેન ભારતીય હાઇ કમિશ્નર વી. દોરાઇસ્વામી અને ભારતના સંરક્ષણ સલાહકાર બ્રિગેડિયર વિક્રમજિતસિંહ ગિલ હાજર રહ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter