લંડનઃ ભારતની વર્તમાન જી-20 અધ્યક્ષતાના ભાગરૂપે યુકે સ્થિત ભારતીય હાઇ કમિશન દ્વારા લંડનમાં બ્રાઇટન બીચ ખાતે દરિયા કિનારાનું સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં સ્થાનિક સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયાં હતાં. આ પ્રસંગે ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી અને બ્રાઇટન અને હોવ સિટી કાઉન્સિલના મેયરે હાજર લોકોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે દેશમાં મેગા બીચ ક્લીન અપ અભિયાન શરૂ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.


